સૌરાષ્ટ્રના ખ્યાતનમ એડવોકેટ અને રાજયસભા સભ્ય સ્વ. અભયભાઈ ભારદ્વાજની ત્રીજી પૂણ્યતિથિ નિમિતે અભય ભારદ્વાજ મેમોરિયલ દ્વારા શહેરના યાજ્ઞીક રોડ નજીક ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે તા.9ને શનિવારના રોજ ‘યુનિફોર્મ સિવિલ કોડ’ અંગે પરિસંવાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તેમ યુવા એડવોકેટ અંશ ભારદ્વાજે ‘અબતક’ મિડીયા હાઉસની મુલાકાતે દરમિયાન કાર્યક્રમની રૂપરેખા જણાવી હતી. આ તકે ભાજપ લીગલ સેલના પૂર્વ સહ ક્ધવીનર સી.એચ. પટેલ, સરકારી વકીલ પ્રશાંત પટેલ અને સમ્રાટભાઈ ઉપાધ્યાય હાજર રહ્યા હતા.
જસ્ટીસ અશોકકુમાર, નિવૃત જજ પ્રફુલભાઈ ગોકાણી, ઈન્ટરનેશનલ લો-કમિશનના બિમલભાઈ પટેલ અને ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા રહેશે ઉપસ્થિત
પ્રખર ધારાશાસ્ત્રી, વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાથી રાજ્યસભાના સાંસદ સુધીની સંઘર્ષમય યાત્રા કરનાર અને લો કમિશન ઓફ ઇન્ડિયાના સભ્ય શ્રદ્ધેય અભયભાઈ ગણપતરામ ભારદ્વાજજીની સ્મૃતિને ચિરંજીવી બનાવવા ભગીરથ કાર્યને સફળ બનાવવા અર્થે અભય ભારદ્વાજ મેમોરિયલ લેક્ચર સિરીઝનો છેલ્લા ત્રણ વર્ષથી સ્વ. અભયભાઇની સ્મૃતિમાં કરવામાં આવે છે. અભયભાઈએ પોતાના જીવનકાળ દરમિયાન અનેક ધારાશાસ્ત્રીઓને પોતાના હાથ હેઠળ ત્યાર કરી કાયદાથી અવગત કરાવ્યા છે.
અભય ભારદ્વાજ મેમોરિયલ લેક્ચરના માધ્યમથી છેલ્લા ત્રણ વર્ષથી કાયદાના અલગ અલગ વિષયના તજજ્ઞો દ્વારા વકીલો અને કાયદાના વિદ્યાર્થીઓને કાયદા સંદર્ભિત માહિતી આપવામાં આવે છે. અભય ભાઈ ભારદ્વાજની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે અભય ભારદ્વાજ મેમોરિયલ લેક્ચર સિરીઝ અંતર્ગત “યુનિફોર્મ સિવિલ કોડ” (સમાન નાગરિક ધારા)ના મહત્વપૂર્ણ વિષય ઉપર ટ્રાયલ કોર્ટમાં પ્રેક્ટિસ કરનાર વકીલો માટે તા. 9 ને શનિવારના રોજ ધર્મેન્દ્રસિંહ કોલેજ ખાતે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકારે રાષ્ટ્રની ગરિમા અને બંધારણને આધીન કાયદાકીય નિર્ણયો જેવા કે અનુચ્છેદ 370, ટ્રીપલ તલાકની નાબૂદી અને ક્રિમીનલ મેજર એક્ટસની પુન:રચના જેવા અતિ મહત્વપૂર્ણ નિર્ણયો લીધેલા છે.
તાજેતરમાં ભારત સરકારે યુનિફોર્મ સિવિલ કોડને ઘડવા અને તેનો અમલ કરવાના ભાગરૂપે કાયદા મંત્રાલયે નાગરિકોને યુનિફોર્મ સિવિલ કોડ વિશે પોતાના સૂચનો આપવા આવહાન કરવામાં આવ્યું છે.ભુતકાળમાં કોઈ કાયદાને ઘડવામાં આવતો હતો ત્યારે સુપ્રીમ કોર્ટ , હાઇકોર્ટોના ન્યાયાધીશો અને પ્રેક્ટિસ કરતાં ધારાશાસ્ત્રીઓનો અભિપ્રાય લેવામાં આવતો હતો,પ્રથમ વખત ટ્રાયલ કોર્ટમા પ્રેકટીસ કરતાં ધારાશાસ્ત્રીઓ અને નાના સેન્ટરોના એકેડમિશનો અભિપ્રાય લેવા કાયદા સાથે સંકળાયેલા દરેક વ્યકિતના અભિપ્રાયને પ્રાધાન્ય જેના અનુસંધાને હાલના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. કાયદાપંચ અને સરકારની અલગ અલગ સંસ્થાઓમાંથી 3
પ્રતિનીધીઓ હાજર રહી અને રાજકોટના ટ્રાયલ કોર્ટના ધારાશાસ્ત્રીઓ તેમજ એકેડેમિશ્યનોના યુનિફોર્મ સિવિલ કોડને લાગતા વળગતા અભિપ્રાયો સાંભળવા ખાસ હાજર રહેવાના છે. આ કાર્યક્રમમાં નિવૃત જસ્ટિસ અશોકકુમાર સી. જોષી (પૂર્વ ન્યાયાધીશ હાઇકોર્ટ), પ્રફુલભાઈ. જી. ગોકાણી( પૂર્વ ડિસ્ટ્રીક્ટ જજ સોમનાથ-વેરાવળ), પ્રોફેસર બિમલભાઈ એન. પટેલ( સભ્ય – ઇન્ટરનેશનલ લો કમિશન, યુનાઇટેડ નેશન્સ), પ્રોફેસર મહેન્દ્રભાઈ પાડલીયા(ધારાસભ્ય , પૂર્વ કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) અને લલિતસિંહ શાહી (પ્રમુખ, રાજકોટ બાર એસોસિએશન) અને વિવિધ વિષયના તજજ્ઞોની ઉપસ્થિતિમાં ટ્રાયલ કોર્ટના વકીલો યુનિફોર્મ સિવિલ કોડ સંદર્ભે પરિસંવાદ કરશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. કમલેશભાઈ જોષીપૂરાના નેતૃત્વવામાં આયોજન થઈ રહયુ છે. કાયદાના એક મહત્વના ’વિષય પર તજજ્ઞો અને ધારાશાસ્ત્રીઓ અભય ભારદ્વાજ મેમોરિયલ લેક્ચર સિરીઝના મંચ પર સાથે મળી પરીસંવાદ યોજશે. કાર્યક્રમમાં પ્રવેશ ફકત ઓનલાઈન 2જીસ્ટ્રેશન કરનારને પ્રવેશ આપવામાં આવશે.