Abtak Media Google News
  • મોરની કલગી સમાન ત્રણ નવ કાયદા
  • ત્રણ નવા કાયદાઓનો અમલ પહેલા તજજ્ઞોએ આપ્યું  સમર્થન

વોઈસ ઓફ લોયર્સ ગ્રુપ રાજકોટ વકીલોના અવાજ બુલંદ કરવા તેમજ વકીલોના પરિવારને પ્રોત્સાહન અને પ્રેરણા મળે તેવા કામ કરવા માટે પ્રેરાયેલ હોય, જેમાં મોર પીંછ સમાન કલગી સ્વરૂપે નવા ત્રણ કાયદાની અમલવારી થતા પહેલા રાજકોટના વકીલઓ ને નવા કાયદાથી પરિચિત કરવાના હેતુથી લીગલ સેમીનારમાં કાયદા અને કાર્યવાહીના સંપૂર્ણ અનુભવી તજજ્ઞો જેવા કે,   બી. એન. કારીઆ  જસ્ટીસ ગુજરાત હાઈકોર્ટ (ફોર્મર) દ્વારા ભારતીય ન્યાય સંહિતા (આઈ.પી.સી.), પી. જી. ગોકાણી – પ્રમુખ  ગુજરાત રાજ્ય સહકારી ટ્રીબ્યુનલ-અમદાવાદ અને નિવૃત પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા  યશ જે. પટેલ – એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ભારતીય સાક્ષ્ય અધિનિયમ (એવીડન્સ એક્ટ) ઉપર ખુબજ સરળ અને સહજ ભાષામાં નવા કાયદા અન્વયે સમજ આપવા રાજકોટની પ્રખ્યાત કે.જી. ધોળકીયા સ્કુલના ભવ્ય ઓડીટોરીયમ ખાતે 500 થી વધુ જિજ્ઞાસુ વકીલઓ ના રજીસ્ટ્રેશન બાદ યોજાયેલ હતો.

કે. જી. ધોળકિયા સ્કુલ, રાજકોટના ઓડીટોરીયમ ખાતે વોઈસ ઓફ લોયર્સ ગ્રુપ રાજકોટ દ્વારા આયોજિત લીગલ સેમિનારમાં માનવંતા મહેમાનોમાં  ડી. એસ. ત્રિવેદી  નિવૃત ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એમ. જે. મહેતા સાહેબ- નિવૃત ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ ટી વી. એમ. ગોહિલ, નિવૃત ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ તથા  દિલીપભાઈ કે. પટેલ. મેમ્બર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ બકુલભાઈ રાજાણી, ઉપપ્રમુખ સુરેશભાઈ ફળદુ, સેક્રેટરી પી. સી. વ્યાસ, ટ્રેઝરર આર. ડી. ઝાલા, તેમજ ધોળકિયા સ્કુલ ગ્રુપ ના ટ્રસ્ટી કૃષ્ણકાન્તભાઈ જી. ધોળકિયા તેમજ  જીતુભાઈ ધોળકિયા, જયેશભાઈ બોઘરા – ચેરમેન એ.પી.એમ.સી.-રાજકોટ તેમજ રાજકોટના સીનીયર ધારાશાસ્ત્રી જયદેવભાઈ શુક્લ, બિપીનભાઈ કોટેચા, પ્રશાંતભાઈ જોષી, જે. એફ. રાણા, એ. જે. પોપટ, આર. એમ. પંડયા, જયેશભાઈ જાની, નિરંજનભાઈ ભંડેરી, સી. એચ. પટેલ, સુરેશભાઈ સાવલિયા, રાજેશભાઈ મહેતા, સુરેશભાઈ ફળદુ, પથિકભાઈ દફતરી, મુકેશભાઈ કેસરિયા, ગોપાલભાઈ ત્રિવેદી, જયપ્રકાશ ફૂલારા, ધીમંતભાઈ જોષી, અતુલભાઈ પંડયા, લતાબેન અબોટી, રક્ષાબેન ઉપાધ્યાય, દિપ્તીબેન પટેલ, નીતિનાબેન જોષી, નયનાબેન ચૌહાણ, વિગેરે સેમીનારના અંત સુધી ઉપસ્થિત રહેલા હતા.

લીગલ સેમીનારને સફળ બનાવવા માટે વોઈસ ઓફ લોયર્સ ગ્રુપ ના પરેશભાઈ મારૂ, ભગીરથસિંહ ડોડીયા, ભાવેશ રંગાણી, જે. બી. શાહ, ઇન્દ્રસિંહ ઝાલા, અમિત વેકરીયા, વિશાલ ગોસાઈ, બિમલ જાની, કેતન મંડ, જયેન્દ્ર ગોંડલીયા, હિમાલય મીઠાણી, હરેશ પરસોંડા, ડી.બી. બગડા, હસમુખ ગોહેલ, હિરેન ગજ્જર, મેહુલ મેહતા, પ્રશાંત લાઠીગરા, સ્તવન મેહતા, નિકુંજ શુક્લ, રવિ વાઘેલા, નીલેશ અગ્રાવત, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મનીષ દવે, નિશાંત જોષી, અશ્વિન રામાવત, કપિલ શુક્લ, મયુર કાપડિયા, વિદિત ડોબરિયા, સંદીપ વેકરીયા, કેતન જેઠવા, રણજીત મકવાણા, અજય ચાંપાનેરી, ઋષિ જોષી, કૌશલ વ્યાસ, સાગર હાપાણી, પીયુષ ઝાલા, શૈલેશ ગોસાઈ, અભય બારડ, સુવિદ કારિયા, ચેતન પંજવાણી, પ્રિયાંક ભટ્ટ, જીજ્ઞેશ સખીયા, સંદીપ પટેલ, રાજેશ ડાંગર, હિત અવલાણી, આનંદ જોષી, મકસુદ પરમાર, હિરેન ડોબરિયા, કૈલાશ જાની, નિર્મલ વ્યાસ, હેમલ ગોહેલ, અતુલ ચેખલીયા, રાજેશ જળું, તુષાર સોડાંગર, હેમંત પરમાર, કરણ ગઢવી, અંકુર લીંબાસિયા, રવિ ધ્રુવ, જેનીલ પરસોંડા, મલય દવે, મિહિર દાવડા શુભમ જોષી, તેજસ ગાંગાણી,ધર્મેશ સખીયા, દિલીપ ચાવડા, મોહિત ત્રિવેદી, હાર્દિક જાદવ, અભી ચોલેરા, પ્રગતીબેન માંકડિયા, ડીમ્પલબેન, મોદી, લક્ષ્મીબેન જાદવ, નમ્રતાબેન ભદોરિયા, અંજલિબેન જીવરાની વિગેરેએ આ લીગલ સેમીનારના સફળ આયોજનની જહેમત ઉઠાવેલ હતી.

લીગલ સેમીનારનું સંચાલન વોઈસ ઓફ લોયર્સ ગ્રુપ ના ક્ધવીનર અને સીનીયર એડવોકેટ   પરેશભાઈ મારૂએ કરેલ, તેમજ મહેમાનોનું શબ્દપુષ્પ આવકાર અભિવાદન ટ્રેઝરર હિમાલય મીઠાણી દ્વારા તેમજ આભાર વિધિ પ્રમુખ  ઇન્દ્રસિંહ ઝાલા દ્વારા કરવામાં આવેલ હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.