કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડક્ટિવિટી કાઉન્સીલ દ્વારા કરાયું આયોજન: અનેક આગેવાનો રહ્યાં ઉ૫સ્થિત
કચ્છ – સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલ રાજકોટ નિયામક ઔઘોગિક સલામતી અને સ્વાસ્થ્ય ગુજરાત રાજયના સંયુકત ઉપક્રમે શહેરના હેમુ ગઢવી હોલ ખાતે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ એત્વાયરમેન્ટ સેમીનાર યોજાયો હતો. જેનું ઉદધાટન શ્રમ રોજગાર મંત્રી દીલીપભાઇ ઠાકોર ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ શ્રમ રોજગારના મુખ્ય સચિવ વિપુલ મિશ્રા તથા સ્પીકર પદે બીએપીએસ સ્વામી સંસ્થાના અપૂર્વમૂની સ્વામી તથા બહોળી સંખ્યામાં સૌરાષ્ટ્ર કચ્છમાંથી ઇન્ડસ્ટ્રીયલીસ્ટો એચ.આર. ઉ૫સ્થિત રહ્યા જેમાં કામદારો જાગૃતિ આવે તેવા સલામતિ પ્રદુષણ ઉપર સમજણ આપી હતી.
સેફટી ક્ધસલ્ટનટ (રાજકોટ) ડી.જી. પંચમીયાએ કહ્યું હતું કે, કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલ ગુજરાત રાજય સંયુકત ઉપક્રમે હેમુ ગઢવી હોલ ખાતે સેફટી સેમીનાર રાખવામાં આવ્યો. સેમીનાર રાખવાનો હેતુ કારખાનાઓમાં તથા બાંધકામ ક્ષેત્રમાં સલામતી અને સ્વાસ્થ્ય કામદારોમાં કચછમાંથી આવેલા છે. અલગ અલગ તજજ્ઞો દ્વારા લેકચર આપવામાં આવ્યા આ સેમીનાર અમારો પમાં સેમીનાર છે બધાનો ખુબ સરસ સહકાર મળ્યો છે.
મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટી. ના વાઇસ ચેરમેન હસુભાઇ દવેએ કહ્યુ હતું કે કચછ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલ દ્વારા એક દિવસનો સેમીનાર રાજકોટ ખાતે રાખવામાં આવ્યો. કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર કચ્છમાંથી ઇન્ડસ્ટ્રીઝ માલીક અને એચ.આર. મોટી સંખ્યામાં આવ્યા છે. દર વખતે ચાર વર્ષ પછી અમે કાર્યક્રમ ગોઠવી છે. કારણ કે નવી ઇન્ડસ્ટ્રીઝ તથા ફોરેન રોકાણકારો પણ ચાલુ થયા છે. તો સેફટી મોટો પ્રશ્ર્ન છે. તો લોકોમાં જાગૃતિ આવે તેવો પ્રયત્ન છે જેમા મોટીવેશનલ સ્પીકર તરીકે અપૂર્વમુનિ સ્વામી વકતત્વ આપશે ગુજરાતમાં કામદારો માટે કાયદા ઘણા છે પરંતુ કાયદાનું અમલીકરણ પણ એટલું જ જરુરી છે.
હીરાન્મય પંડીયા મીનીસ્ટ્રી ઓફ લેબર તથા એપ્લોમેન્ટના ચેરમેન હિરાન્મય પંડયાએ કહ્યુઁ હતું કે મને ખુબ આનંદ થાય છે. કે રાજકોટ ખાતે સેમીનાર પરિયાવરણ જાળવણી તથા ઇન્ડસ્ટ્રીયલ સેફટી હેલ્થ માટે ખાસ તો આખા સૌરાષ્ટ્રમાંથી જુદા જુદા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા છે. મારી પણ ફરજ છે. ભારત સરકાર હમેશા દરેક ગામે ગામ પ્રચાર પ્રસાર થાય તો સારુ પરીણામ મળે તેવો હેતુ આજના સેમીનાર નો છે તો હું પ્રદુષણ ના પડકારો તેના ઉપાયો સમજાવાનો પ્રયત્ન કરીશ કાયદા બનાવાનું કામ સરકારનું છે તેનું અમલીકરણ માટે અલગ અલગ અધિકારી નીમ્યા છે. તે સતત નજર રાખે છે. પરંતુ કોઇ કાયદાનું પાલન ના કરે તો દંડની જોગવાઇ પણ છે.