વીવીપી કોલેજના સીવીલ વિભાગ દ્વારા ટ્રાફીક સેફટી, અવેરનેસ અને વુમન સેફટી પર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં એસ.એમ.ખત્રી જોઈન્ટ પોલીસ કમિશ્નર, જે.વી. શાહ આરટીઓ ઓફીસર, ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શઆત દીપપ્રાગટયથી થઈ હતી તેમજ ૩જા સેમેસ્ટરનાં વિદ્યાર્થી દિપ ચૌહાણ દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી.
આ પ્રસંગે એસ.એમ.ખત્રીએ રોડ એકસીડન્ટ, વુમન સેફટી, ટ્રાફીક અવેરનેશ વિશે ઓડીયો વીડીયો એકસપર્ટ ટોક દ્વારા વાહન અકસ્માત અંગેની માહિતી આપી હતી જેમાં જણાવેલ કે આપણે જયારે સોસાયટીમાંથી વાહન લઈને પસાર થતા હોય ત્યારે સચેત રહેવું જેથી અકસ્માત ટાળી શકાય. સાથોસાથ શહેર પોલીસના ટ્રાફીક જાગૃતતા અંગેના ઓડીયો દ્વારા વિદ્યાર્થીઓને માહિતી આપી હતી વિશેષમાં સ્ત્રીની છેડતી, સ્ત્રીનાં અધિકાર, ઘરેલુ હિંસા, દહેજની સતામણી અંગેનાં કાયદા અંગે પણ વિસ્તૃત માહિતી આપી હતી.
આ ઉપરાંત જે.વી. શાહે વિદ્યાર્થીઓને હેલ્મેટ સેફટી, પગપાળા ચાલતા રાહદારી, સીટ બેલ્ટનું મહત્વ, મોબાઈલ વપરાશ અંગે પીપીટીના માધ્યમથી માહિતી આપી હતી. વિશેષમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના સંબંધીજનો અંગદાન કરે તે અંગેનું મહત્વ સમજાવ્યું હતુ. અને વધુમાં વિદ્યાર્થીઓને જુના વાહનમાં એચએસઆરપી નંબર પ્લેટફીટ કરાવી લેવા અનુરોધ કર્યો હતો.કાર્યક્રમના અંતે સીવીલ વિભાગની વિદ્યાર્થીનીઓએ ખત્રીનં મોમેન્ટો આપી અભિવાદન કર્યું હતુ.