ચેઇન્જ ચિલ્ડ્રન એન્ડ યુથ ડેવલપમેન્ટ સોસાયટી અને ફર્સ્ટ સ્ટેપ પ્લેહાઉસનું સંયુકત આયોજન
ચેઇન્જ ચિલ્ડ્રન એન્ડ યુથ ડેવલપમેન્ટ સોસાયટી અને ફર્સ્ટ સ્ટેપ પ્લેહાઉસ દ્વારા આવતીકાલે સાંજે ૫.૩૦ કલાકે બાલભવન ખાતે બાળકોના સર્વાગી વિકાસમાં માતા-પિતાની ભૂમિકા વિષય પર માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વિસ્તૃત વિગત આપવા અરુણ દવે, વિશાલ કમાણી, હિમાની દવે, સંજય કોરીયા, મિતલબેન ગણાત્રા અને ચંદ્રેશ દવેએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
ચેઇન્જ ચિલ્ડન એન્ડ યુથ ડેવલપમેન્ટ સોસાયટી અને ફર્સ્ટ સ્ટેપ પ્લે હાઉસ આયોજીત સેમીનારમાં શૈક્ષણિક અને સામાજીક ક્ષેત્રે વિવિધ વિષયોમાં જાગૃતતા ફેલાવતા અરુણ દવે વકતવ્ય આપશે. આ સેમીનારમાં વાલીઓ તેમજ રાજકોટના તમામ પ્લેહાઉસ, શાળાઓના સંચાલકો અને શિક્ષકોને ઉ૫સ્થિત રહેવા ચેઇન્જ નિમંત્રણ પાઠવામાં આવ્યું છે. પોતાના સંતાનના સર્વાગી વિકાસ પરત્વે વિશેષ રસ રુચી ધરાવતા વાલીઓને સેમીનારમાં એટુઝેડ માહીતી અપાશે.
બાળકોના સર્વાગી વિકાસમાં માતા-પિતાની ભુમિકા વિષયક સેમીનારમાં ચાઇલ્ડ સાયકોલોજીના નિષ્ણાંતો તજજ્ઞ અરૂણ દવે પોતાના અનુભવો અભ્યાસ અને સંશોધનનાં આધારે ૦ થી ૧૪ વર્ષના બાળકોના સર્વાગી વિકાસમાં માતા-પિતાની ભૂમિકા ઉપરાંત શાળા અને શિક્ષણની ભાગ ભજવતી બાબતો પર પ્રકાશ પાડશે. આ સેમીનારમાં નિશુલ્ક છે વધુ વિગત માટે ચેઇન્જ એન્ડ યુથ ડેવલપમેન્ટ સોસાયટી તેમજ ફર્સ્ટ સ્ટેપ પ્લેહાઉસ મો. નં. ૭૦૬૯૮ ૦૩૦૦૬ ઉપર સંપર્ક કરવો.
બાળકોમાં રહેલી વિવિધ સુસુપ્ત કલાને મા-બાપ કેવા પ્રયોગોથી બહાર લાવી શકે તથા ૦ થી ૩ ૩ થી ૬ તથા ૬ થી ૯ તેમજન ૯ થી ૧ર ના વિવિધ ડેવલપમેન્ટના તબકકાની સમજ વર્કશોપમાં અપાશે. દરેક બાળકમાં પડેલી ટેલેન્ટ ને બહાર લાવવા પ્લેટફોર્મ પુરુ પાડવા ચેઇન્જ સંસ્થા પ્રયાસ કરશે.