અમદાવાદમાં યોજાયેલા સેમિનારમાં દેશભરમાંથી ટ્રાવેલ એજન્ટ્સની ઉપસ્થિતિ: ગુજરાતમાં વિકસી રહેલા પ્રવાસન ઉદ્યોગથી લોકોને અને એજન્ટ્સને ફાયદો થશે
ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ના વ્યવસાય ઉપર લાદવામાં આવેલાં ટીસીએસ ( ટેક્સ કલેક્શન એટ સોર્સ ) અને જી.એસ.ટી.ની સમસ્યાઓ ઉપર ચર્ચા કરવા માટે અને સૂચનો મેળવવા માટે ટુરિઝમ લીડર્સ ક્લબ (ટીએલસી ) દ્વારા તાજેતરમાં અમદાવાદ ખાતે એક પ્રેક્ટિકલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ઉપસ્થિત અનેક મહાનુભાવોએ જુદા જુદા સૂચનો કર્યા હતા.આ સેમિનારમાં ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડના નીરવ મુન્શી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અબતક સાંધ્ય દૈનિકના ચીફ એડિટર સતિષભાઈ મહેતા અને અતાપી વંડરલેન્ડના ચેરમેન સંજય શાહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ટી.એલ સી.ના ફાઉન્ડર પ્રેસિડેન્ટ અમેશભાઈ દફતરીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સતત પ્રયાસોથી રાજ્યનો પ્રવાસન ઉદ્યોગ ઘણો પ્રગતિ કરી રહ્યો છે. રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, પોલો ફોરેસ્ટ, સફેદ રણ , દ્વારકા નજીક શિવરાજપૂર બીચ, જૂનાગઢ રોપ-વે, જેવા સ્થળોના વિકાસથી પ્રવાસીઓ આકર્ષાયા છે અને રોજગારી પણ વધી છે.
તેમણે કહ્યું હતું કે, જે રીતે પ્રવાસન ઉદ્યોગ તરફ ધ્યાન આપવામાં આવી રહ્યૂ છે તે જોતા તેનો ફાયદો ટ્રાવેલ એજન્ટ્સને પણ થશે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોના લોકો અને ટ્રાવેલ એજન્ટ્સને પણ થશે. વિવિધ સ્તરે થઇ રહેલા પ્રયાસોથી આવનારા દિવસોમાં હજુ આ ઉદ્યોગમાં અનેક નવી તકો ઉભી થશે તેવી આશા પણ તેમને વ્યક્ત કરી હતી. આ સેમિનારમાં વિવિધ વક્તાઓએ ટીસીએસ અને જીએસટી મુદ્દે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી.
ખાસ આ સેમિનારના મુખ્ય વક્તા અને સી.એ. દિવ્યેશભાઈ મારુએ ટીસીએસ અને જીએસટીના કાયદા અને ટુરિઝમ ઉદ્યોગ ઉપર પડેલી તેની અસરો અને આવનારા દિવસોમાં પાડનારી અસરો ઉપર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કેટલાક સૂચનો પણ કર્યા હતા.
આ સેમિનારનું ઉદઘાટન રેખાબેન હરીશભાઈ દફતરીના હસ્તે કરવામાં આવ્યું હતું જયારે આભારવિધિ ચેતનભાઈ પરીખે કરી હતી. આ સમગ્ર ઇવેન્ટની જવાબદારી ઈવોક ઇવેંટ્સના મિતુલભાઈએ સાંભળી હતી. સમગ્ર સેમિનારનું સંચાલન સી.એ. દિવ્યેશભાઈ મારુએ કર્યું હતું. આ સેમિનારમાં 200 જેટલા ટ્રાવેલ એજન્ટ્સ ઉપસ્થિત રહ્યા હતા.
આ સેમિનારના પ્રોજેક્ટ ઇન્ચાર્જ તરીકે ચિરાગ મહેતા, ચેતન પરીખ, શૈલેષ શાહ, અમરીશ પટેલ અને અલી ટીનવાલા, કાશ્મીરા ઠાકર, હિમાલી અરોરા અને ઉમા મોહન વગેરેએ જવાબદારી સંભાળી હતી. આ સેમિનારમાં ટીએલસીના ચેરમેન સુમેશ દફતરી, ફાઉન્ડર પ્રેસિડેન્ટ અમેશભાઈ દફતરી અને જનરલ મેનેજર પ્રકાશ વિસાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રુલી ઇન્ડિયા હોટેલ્સના એમ.ડી.નરેશ અરોરા ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં કે.સી.હોલિડેઈઝના ડો.કરનસિંહ ચૌહાણ, કે.વી.ગ્રુપના વિજેશ ઠાકર, ગોલ્ડન સેન્ડઝ ગ્રુપના વિજયભાઈ, ઈન્ફોઝીલ ગ્રુપના દીપકભાઈ, ડિસન્ટ હોસ્પિટાલિટીના હરેશ આહિર, યોગ વેકેશન (સિંગાપોર)ના મિથુન ઘોષ, વેલમાર્ક ગ્રુપના હેમંત પાટિલ, ડિમાઝ-રશિયા અને નેપાળના મનિષ સિંગલ, ટી.એમ.જી. ગ્રુપ હોટલ્સના મદન ચૌહાણ, માના ગ્રુપના ધિરજભાઈ, જે.કે.ગ્રુપના વિપુલ પરીખ, ગોલાલા હોલિડેઈઝના કેતન પટેલ, રાવ ટ્રાવેલ્સના દિગ્વિજયભાઈ, નિયો અર્થ ગ્રુપના તન્મય શેઠ, કંજ ગ્રુપ ઓફ હોટલ્સના એમડી દિનેશ શેખાવત, જે.કે.એન્ડ કે ટૂરિઝમના અંકુશ સોની, ચટની હોટલ્સના ધવલભાઈ, લક્ષ્મી ટૂર્સના ધર્મેશ ખત્રી, ફન હોટલના શુશિલભાઈ, વન્ડર ઈન્ડિયાના સુનિલ કાજલ, સુવિધા હોલિડેઈઝના પરેશભાઈ, ટીટીએફ અને ડીટીએમના ડાયરેકટર રાજભાઈ, વિઝા સર્વિસીઝના અજય રાય તેમજ રાગ એસોસિએશન, તાસ એસોસિએશન, સાતા એસોસિએશન અને વડોદરા ટ્રાવેલ એજન્ટ એસોસિએશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.