લોહાણા મૈત્રી મહિલા મંડળ તથા કેચપર ગાઈન્ડસ ટ્રસ્ટ દ્વારા સાર્વજનિક નિ:શુલ્ક સંતાનની કારકિર્દી અને પેરેન્ટીંગ એક મનોવૈજ્ઞાનિક મેગા સેમિનારનું તા.૩/૬ રવિવારે સવારે ૯:૩૦ કલાકે કરણપરા કેશરીયા લોહાણા મહાજનવાડી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાંત કારકિર્દી માર્ગદર્શક અને નિષ્ણાંત પેરેન્ટીંગ માર્ગદર્શકો દ્વારા નિ:શુલ્ક દરેક મુંઝવણનું નિવારણ કરી કાઉન્સીલીંગ કરવામાં આવશે.
આ કેમ્પમાં ડો.રમેશભાઈ ભાયાણી, ડો.હરીશભાઈ ચંદારાણા, હર્ષલભાઇ માંકડ, ડો.વિશાલ વારીયા, પ્રો.ઉદયભાઈ લાખાણી, હાર્દિક ચૌહાણ, પી.એન.ગોહિલ, નરેન્દ્રભાઈ કોટેચા સહિતના વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ તથા વાલીઓને વિસ્તૃત માર્ગદર્શન પુરુ પાડશે. વધુ માહિતી માટે અને રજીસ્ટ્રેશન માટે મો.નં.૯૪૨૬૨ ૧૦૦૩૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. કાર્યક્રમની સફળતા માટે લોહાણા મૈત્રી મહિલા મંડળના પ્રમુખ ઈન્દીરાબેન શીંગાળા, અંજનાબેન હિંડોચા તથા સર્વે સભ્યો તથા કેરીયર ગાઈન્ડસ ટ્રસ્ટના સર્વે હોદેદારોએ જહેમત ઉઠાવી રહ્યા છે.