એક રંગ ચીલ્ડ્રન્સ ડેવલોપમેન્ટ ઈન્સ્ટીટયુટના કર્મચારીઓને થેરાપીનો લાભ અપાયો
રાજકોટ સ્થિત 80 ફૂટ રોડ પર અમૂલ સર્કલ પાસે ગુજરાત ફોજીંગ કંપનીની પાછળ આવેલ એકરંગ માનસિક વિકલાંગ દિકરીઓની સંસ્થામાં સાઉન્ડ હિલીંગ થેરાપીનું આયોજન કરી સંસ્થાની સમસ્ત દિકરીઓ અને કર્મચારી ભાઈઓ – બહેનોને થેરાપી આપવામાં આવેલ હતુ.
એકરંગ સંસ્થાની 11 વર્ષ પહેલા મનોદિવ્યાંગ દિકરીઓ માટે નિ:શુલ્ક આવાસ અને તાલીમ મળે રહે તે માટે પાંચ દિકરીઓથી શરૂઆત કરી સ્થાપના કરવામાં આવેલ જે આજરોજ 43 મનોદિવ્યાંગ દિકરીઓને નિ:શુલ્ક ધોરણે સાચવી તેઓ માટે નિ:શુલ્ક પણે રહેઠાણ , ભોજન , દવાઓ , શિક્ષણ , સમયાંતરે પ્રવાસન , તાલીમ તેમજ જરૂરિયાતમંદ દિકરીઓને વિવિધલક્ષી થેરાપી તાલીમ આપવામાં આવેલ હતી.
એકરંગ સંસ્થાની મનોદિવ્યાંગ દિકરીઓ માટે રાજકોટના સમાજસેવી અરવિંદભાઇ કોટકના સહયોગથી સાઉન્ડ હિલીંગ થેરાપી આપવામાં આવેલ , ઇન્ટરનેશનલ સાઉન્ડ હિલર એન્ડ ટ્રેનર જિજ્ઞાશાબેન કુલકર્ણી દ્વારા તિબેટીયન સાઉન્ડ બાઉલ્સ , ક્રિસ્ટલ બાઉલ્સ જેવા સાધનોનો ઉપયોગ કરી એકરંગ સંસ્થાની દિકરીઓને સાઉન્ડ થેરાપી આપવામાં આવેલ આ સાઉન્ડ થેરાપીથી શારિરિક તેમજ માનસિક શાંતિની અનુભૂતિ કરી શકાય છે.
આ થેરાપી દ્વારા આપણી આસપાસના વાતાવરણ ને હકારાત્મક બનાવી નવી ઉર્જાનો સંચય કરી પોઝીટીવ વાઇબ્રેશન સાથે સંસ્થાની મનોદિવ્યાંગ દિકરીઓને ઓમકાર થકી એક અલગ જ અનુભૂતિ કરાવવામાં આવેલ હતી. એકરંગ સંસ્થાના પ્રમુખ ૈ દિપીકાબેન કમલેશભાઇ પ્રજાપતિ એ આ થેરાપી લઇ દિકરીઓને પ્રોત્સાહન પૂરુ પાડયુ હતુ . સંસ્થાની મનોદિવ્યાંગ દિકરીઓ માટે સાઉન્ડ હિલીંગ થેરાપીનું આયોજન કરી સહયોગ કરવા બદલ અરવિંદભાઈ કોટકનો આભાર વ્યક્ત કર્યો હતો.