બહોળી સંખ્યામાં લોકોએ ઉ૫સ્થિત રહી ડો. જીતેન્દ્ર અઢીયાનું વકતવ્ય સાંભળ્યું
પ્રોજેકટ લાઇફ દ્વારા મેનર્સ અને એટીકેટસ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું દિપ પ્રાગટય ડો. કલમ પરીખ અને ડો. જીતેન્દ્ર અઢીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. સેમીનારમાં જાણીતા વકતા ડો. જીતેન્દ્ર અઢીયાએ મેનર્સ અને એટીકેટસ વિષય પર મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. બ્હોળી સંખ્યામાં લોકોએ આ સેમીનાર માણ્યો હતો.
ડો. જીતેન્દ્ર અઢીયા કે જે લેખક છે. એમને જણાવ્યું હતું કે આજનો ટોપીક એ મેનર્સ અને એટીકેટસ પર છે. આપણે જોઇએ છીએ કે હિંદુસ્તાની લોકો બધી જ બાબતમાં આગળ છીએ પરંતુ એક જ બાબતમાં પાછળ છીએ તો એ છે મેનર્સ અને એટીકેટસ આપણે નજીવી બાબતો જેવી કે ધકકામુકી ગમે ત્યાં કચરો ફેંકીએ, ગમે ત્યાં ફોનમાં વાત કરવા લાગીએ તો એ મને બહુ જ ખુંચે છે. હું વર્ષોથી પરદેશમાં ફરું છું તો એ લોકોમાં બહુ જ એટીકેટસ અને મેનર હોય છે. તો મને પણ એમ થયું છે. મારે હવે એ ટોપીક પર ભાર આપવો જોઇએ. લાઇફ ટ્રસ્ટ દ્વારા જ આ મેનર્સ અને એટીકેટસ પ્રોગ્રામની શરુઆત થાય છે. હું લોકોને એક જ મેસેજ આપવા માંગું છું કે આપણે દેશની આબરુ વધારવી હોય તો મેનર્સ અને એટીકેટસ રાખવા પડશે. રોજ જીવનમાં પણ ઉતારો તમારી પર્સનલી સાથો સાથ કુટુંબ અને દેશની આબરુ વધશે જેમાં લાઇફ સંસ્થાએ ઘણો જ સહયોગ આપ્યો છે. મેનર્સ અને એટીકેટસ પર પ્રથમવાર જ સેમીનાર આપવા જઇ રહ્યો છે.
વધુમાં સેમીનાર મેનર્સ અને એટીકેટસ એ સેમીનાર એટલે કરી રહ્યો છું કારણ કે એ છે કે હું પ૦ થી વધુ દેશો ફરી ચુકેલો છું. પરંતુ આપણા હિંદુસ્તાની મહેનતુ સારા હોય છે પરંતુ એક વસ્તુની કમી મને જણાતી હોય છે તો એ ડીસીપ્લીન મેનર્સ અને એટીકેટસની છે. વિદેશોમાં પણ જયારે કોઇ નિયમ તોડાય ત્યારે એ જ જણાય કે આ ઇન્ડિયન હશે એ છાપ એ લોકોને પડી ગઇ છે. ત્યારે એ સાંભળતા દુ:ખ થાય એટલે જ એવો સબજેકેટ કે જે કોઇ શીખાવતું નથી પરંતુ બહુ જ જરુરી છે. જેમાં વધુમાં જણાવ્યું હતું કે એટીકેટસ અને મેનર્સ શીખવાથી શું ફાયદો થાય ? આપણું કેરેકટર ડીસ્પ્લે આપણા મેનર્સ અને એટીકેટસથી નકકી થાય સાથો સાથ પર્સનાલીટી નકકી થાય.
ગમે ત્યાં કોઇ વ્યકિત જોડે તોછડાથી વર્તન કરો, ગમે ત્યાં થૂકો, ગમે ત્યાં કચરો ફેકો જેથી પર્સનાલીટી ખરાબ સાબીત થાય છે. તો એ મેનર્સ અને એટીકેટસ જરુરી છે. સાથો સાથે રીલેશનશીપ કવાલીટી નકકી થાય અને પ્રોફેશનમાં પણ એ મદદરુપ છે. આપણે કોલેજ, સ્કુલમાં શિક્ષકો સાથે અભ્યાસપૂર્વક વર્તન કરવું જોઇએ સાથો સાથ જયારે સહયોગ આપવો જોઇએ અને ઘરે મહેમાન આવે તો અમેને હોસ્પિટાલીટી કરવી જોઇએ સાથે એમનું સ્વાગત કેમ કરવું, તેમ વર્તવુ એ જણાવ્યું ઘરની વાત કરીએ તો ઘરમાં પણ વડીલો, માતા-પિતા અને બાળકો સાથે કેવું વર્તન કરવું એ જણાવ્યું હતું. સ્વચ્છતા સભ્યતા પ્રેમપૂર્વક ઘરે, મહેમાન અને કોઇ અન્ય વ્યકિત તે માન આપી સાથે મેનર્સ અને એટીકેટસ ઘ્યાનમાં રાખી રહેવું રહેવું.
લાઇફના એકઝીકયુટીવ ટ્રસ્ટી ચંદ્રકાતભાઇ કોટેચાએ જણાવ્યું હતું કે, ડો. જીતેન્દ્ર અઢીયા લાઇફ પરીવારના સભ્ય છે અમારી વચ્ચે ઘણા વર્ષો થી મિત્રતા છે.
ર૦ વર્ષ પહેલા લાઇફ પરીવાર રાજકોટ વોલેન્ટરી બ્લડ બેંકમાં મેડીકલ ડિરેકટરથી તેઓએ કારકિર્દીની શરુઆત કરી હતી રાજકોટ વોલેન્ટરી બ્લડ બેંકના જીતેન્દ્ર અઢીયાનો સિંહ ફાળો છે. ૬,૦૦,૦૦૦ થી વધુ રકતદાનના યુનિટો કર્યા છે. સાથે સાથે ૭,૦૦,૦૦૦ થી વધુ થેલેસેમીયા ટેસ્ટ કરેલા છે. સેમીનારનું શરુઆત ર૦૦૩ માં ડો. કમલ પરીખના લેકચર થી કેમ સ્વચ્થ રહેવું એ ટોપીક સાથે કરી હતી.
સમાજના ઉત્થાનના પાયાનું કામ કરીએ છીએ જીતેન્દ્રભાઇનો સાથ, સહકાર મળતો રહે છે. જાપાનમાં જઇએ તો ખ્યાલ આવે કે એટીકેટસ અને મેનર્સ શું કહેવાય, ત્યારે ખ્યાલ આવે દુનિયા કયા છે અને આપણે કયાં છીએ એ જ રીતે અમેરીકા, યુરોપ બધી જ કંટ્રીઝમાં ડીસીપ્લીન મેનર્સ જુઓ તો ખ્યાલ આવે ૧૨૫ કરોડની જનતા માટે આ પાયો ખૂટે છે તો એ જીતેન્દ્ર અઢીયા એ રાજકોટમાં પ્રોજેકટટ લાઇફથી કરી છે તે એમને અભિનંદન પાઠવું છું.