ઇન્ડસ્ટ્રીઝ અને એસોસિએશનના 80 થી વધુ ડેલીગેટ્સ જોડાયા
પ્રખ્યાત મેન્ટલ હેલ્થ પોર્ટલ આઇએમ હેપી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના સાયકોલોજી ડીપાર્ટમેન્ટ ના સંયુક્ત ઉપક્રમે રાજકોટ એન્જિનિરીંગ એસોસિએશન રાજકોટ ચેમ્બર ઓફ કોમેર્સ શાપર વેરાવળ ઇન્ડસટ્રી અસોસિએશન , જીઆઇડીસી લોધીકા ઇન્ડસ્ટ્રીઅલ એસોસિએશન , રાજકોટ મેજેમેન્ટ એસોસિએશન , સૌરાષ્ટ્ર કચ્છ એચ આર ફોરમ , કુચ્છ સૌરાષ્ટ્ર પ્રોડ્યૂટીવીટી કાઉન્સિલ અને ઇન્ડિયન સોસાયટી ફોર ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ ના સહયોગ થી શનિવાર તા . 23 જુલાઈના રોજ રાજકોટ એન્જિનિરીંગ એસોસિએશન હોલમાં ” એમ્પ્લોયી મેન્ટલ હેલ્થ- ઇમ્પેક્ટ ઓન ઇન્ડુસટ્રી ” વિષય પર એક ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ,
આ સેમિનાર માં આજ ના સમય ની સૌથી વિકટ સમસ્યા એટલે કે કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય અને એની સામાજિક અને આર્થિક અસરો પર ચર્ચા કરવા માં આવી આ સેમિનાર માં ઇસટ્રી એસોસિએશન ના પ્રતિનિધિઓ , ઉદ્યોગકારો , મેનેજરો કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ સહીત 80+ ડેલિગેટસજોડાયા હતા .
સેમિનારને સંભોધતા જાણીતા એચ આર અને મેંનજેમેન્ટ એકસપર્ટ અને આઇએમ હેપી ના ડિરેક્ટર ચેતન ભોજાણી એ આંકડાકીય માહિતી દ્વારા એમ્પ્લોયી મેન્ટલ હેલ્થ અને તેની ઉદ્યોગો તથા અર્થતંત્ર પર થનારી અસર અને તેની ગંભીરતા સમજાવી હતી . એ સાથે નેયુરોવર્લ્ડ ક્લિનિક ના ક્ધસલ્ટિંગ સાઇકિયાટ્રિસ્ટ ડો . ગાયત્રી રાઠોડે માનસિક આરોગ્ય ની શારીરિકસ્વાસ્થ્ય પર થતી અસરો અને તેના દ્વારા થતા રોગો થકી કર્મચારી અને ઉદ્યોગોને થતા નુકસાનની માહિતી આપી હતી – સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના સાઇકોલોજી ડીપાર્ટમેન્ટ ના અધ્યક્ષ ડો . યોગેશ જોગસને ઉદ્યોગો ને તેમના કર્મચારીઓ ના માનસિક સ્વાસ્થ્ય માટે જોઇતી બધી જ મદદ કરી એ દિશા માં આગળ આવવા અપીલ કરી હતી , સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના સાઇકોલોજીડીપાર્ટમેન્ટના અધ્યાપકડો.ધારા દોશીએબર્નઆઉટ સ વિષે ઉપયોગી માહિતી આપી હતી .
કાર્યક્રમ નાઅંત માં ચેતન ભોજાણી અને તજજ્ઞો ની સમગ્ર ટીમે ઇન્ડસટ્રીને આગળ આવવા અને સંયુક્ત રીતે મેન્ટલ હેલ્થ કેમ્પ નુંઆયોજન કરી કર્મચારીઓ અને ઉદ્યોગોની ઉત્પાદકતા વધારવા અને કર્મચારીઓનું માનસિક સ્વાસ્થ્ય સુધારી એક ખુશાલ સમાજનું નિર્માણ કરવા આવાહન આપ્યું હતું . બધાજ ઇસ્ટ્રી એસોસિએશન ના પ્રતિનિધિયો એ આ સેમિનાર ને રાજકોટ જ નહિ સમગ્ર સૌરાષ્ટ્ર માટે એક પ્રગતિકારક પગલું ગણાવી , તેમના ઉદ્યોગો અને એસોસિએશન દ્વારા સંપૂર્ણ સહયોગ ની ખાતરીે આપી હતી.