કરમાળખાંના સરળીકરણનો સહુને લાભ મળશે!

જીએસટીના અમલ પછી સૌરાષ્ટ્રની નિકાસ પંદર ટકા અને  ઉદ્યોગોનો નફો બે ટકા વધ્યો છે.  તેવું તારણ ફોરેન ટ્રેડના ડેપ્યુટી ડાયરેકટર સુવીધ શાહે આપ્યું હતું.  તેઓ સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત જીએસટી અને ફોરેન ટ્રેડ અંગેના માર્ગદર્શક સેમિનારમાં બોલી રહ્યાં હતા.

DSC02145શ્રી શાહે ઉમેર્યું હતું કે, જી.એસ.ટી.ને કારણે કરમાળખાંનું સરળીકરણ થયું છે.  તેનો ફાયદો આગામી સમયમાં વ્યાપારીઓને મળતો થશે.  બીલ વગર જે વ્યાપાર ચાલતો તેમાં અવરોધ ઉભા થયા છે તેને કારણે વિરોધ જોવા મળે છે.  તેમણે વિવિધ ચીજવસ્તુઓના આયાત-નિકાસ અંગે વિસ્તૃત સમજ આપી હતી.  નિકાસ વ્યાપાર શરૂ કરવાની પ્રક્રિયા માટેનું રજીસ્ટ્રેશન એકદમ સરળ હોવાનું અને તેને માટે કોઈ લાયસન્સ લેવું ન પડતું હોવાનું જણાવ્યું હતું.

DSC02141શ્રી સુવીધ શાહે નિકાસને પ્રોત્સાહન આપવા ભારત સરકાર દ્વારા લેવાઈ રહેલાં પગલાં ઓની જાણકારી આપવાની સાથે ઉદ્યોગકારો અને વ્યાપારીઓને પોતાના ઉત્પાદનની ગુણવત્તા જાળવવાનો અનુરોધ કર્યો હતો.  વિશ્વભરમાં ક્યા દેશોમાં? શેની માંગ? છે અને નિકાસનો વિકાસ થઇ શકે છે તેનો ખ્યાલઆવે  માટે ભારત સરકારે શરૂ કરેલી વિવિધ વેબસાઈટની પણ માહિતી આપી હતી.

DSC02100મોરબીની સિરામિક ટાઈલ્સની અને ફિશિંગ સેક્ટરમાં થઈ રહેલી  નિકાસવૃધ્ધિનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું હતું કે,  ભારત સરકારે અપનાવેલ સ્ટાર્ટઅપ ઇન્ડિયા નીતિ બાદ એકલા ભાવનગર જીલ્લામાં ત્રીસ જેટલી નવી ફેક્ટરી સ્થપાયેલ છે.  દરેક પ્રદેશની ભૌગોલિક અને આર્થિક પરિસ્થિતિને આધારે વ્યાપાર-ઉદ્યોગનો વિકાસ થતો હોય છે.  તેનાં તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને આગળ વધવું જોઈએ તેવો અભિપ્રાય શ્રી શાહે વ્યક્ત કર્યો હતો.

DSC02198સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયેલ આ  સેમિનારમાં ખાસ ઉપસ્થિત રહેલા સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના ડેપ્યુટી ડાયરેક્ટર મનીષ ચાવડાએ જીએસટી માટે રજીસ્ટ્રેશનથી માંડીને તમામ કાર્યવાહીની સરળ રીતે સમજ આપી હતી.  જીએસટી પહેલાંની અને બાદની સ્થિતિ અંગે તેમણે છણાવટ કરી હતી.  ઇનવોઇસ મેચિંગ, ઈનપુટ ક્રેડીટ, ખર્ચમાં મજરે મળતી ક્રેડીટ, ઈ-વે બીલ વગેરે અંગે વ્યાપારીઓના પ્રશ્નોના ઉત્તર પણ તેમણે આપ્યા હતા.  ઈ-વે બીલ જનરેશનથી થયેલી સરળતા અંગે પણ તેમણે માહિતી આપી હતી.

શ્રી ચાવડાએ ઉમેર્યું હતું કે, આગામી સમયમાં વેપારીઓને અને ઉદ્યોગકારો પરતા માહિતગાર થઈ જશે પછી જીએસટી અંગે કોઈ ફરિયાદ નહીં રહે.  જીએસટીની પ્રક્રિયા એટલી સરળ છે કે બે-ત્રણ વર્ષ પછી તો દરેક કરદાતા જાતે જ બધી કાર્યવાહી કરી શકશે અને ચાર્ટડ એકાઉન્ટન્ટ કે કરવેરા સલાહકારની સલાહની કોઈ જરૂર નહીં પડે.

સેમિનારના પ્રારંભે સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના અધ્યક્ષ નલીન ઝવેરીએ  સભ્યોની લાગણીનો પડઘો પાડતાં કહ્યું હતું કે, જીએસટીના સ્લેબ ફેરફાર માંગે છે.  ૨૮% જેટલો ઉંચો ટેક્સ કોઈ દેશમાં નથી.  સરકારે વેપારીઓની આ લાગણીને ધ્યાનમાં લઈને સ્લેબમાં ફેરફાર કરવા જોઈએં. સાથોસાથ જે વેપારીઓ અને ઉદ્યોગકારો પ્રમાણિકતાથી કર ભરીને દેશની વિકાસ પ્રક્રિયામાં યોગદાન આપે છે તેમને વળતર પણ તત્કાલ મળી રહે તેવી અસરકારક પ્રણાલી જરૂરી છે.  આ પ્રણાલી વપરાશકર્તા માટે મૈત્રીપૂર્ણ રહેશે તો લોકો કોઈ પ્રોત્સાહન વગર પણ કરની ચુકવણી કરી આપશે. સ્વાગત પ્રવચન ડૉ. જે. એન. શાહે તથા આભાર વિધિ સંજય લાઠીયાએ કરેલ હતી.

સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા યોજાયેલ આ માર્ગદર્શક સેમિનારમાં આત્મીય ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સના નિયામક ડૉ. જે.એન.શાહ, ડૉ. જી. ડી. આચાર્ય, ડૉ. હરીશ બાપટ, ડૉ. નિશાંત ધ્રુવ, ચેમ્બરના મહામંત્રી સંજયભાઈ લાઠીયા, પ્રોજેક્ટ કમિટી – ભરત મીઠાણી (CA), ફેનિલ મેહતા (CA), રાજેશ કુકડિયા, જીતેન ઘેટિયા, રાજેશ રાણપરીયા, પ્રવિણ જસાણી, ગિરીશ ઠોશાણી સહીતના વિવિધ ક્ષેત્રના આગેવાનો, કારોબારી સદસ્યો, વ્યાપારીઓ, ઉદ્યોગકારો અને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ઈશિતા મેહતા એ કરેલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.