રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું આયોજન: જિલ્લા કલેકટર રેમ્યા મોહનના હસ્તે થશે ઉદ્ઘાટન: અનેકવિધ મહાનુભાવો રહેશે ઉપસ્થિત
વિશ્ર્વભરમાં એકી સાથે તા.૧૫ માર્ચ ‘આંતરાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ આંતરરાષ્ટ્રીય પર્વની ઉજવણીના અનુસંધાનમાં રાજકોટ શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ તથા સીકયુરીટીઝ એન્ડ એકસચેન્વ બોર્ડ ઓફ ઇન્ડીયા (સેબી), મુંબઇના સંયુકત ઉપક્રમે આવતીકાલે બપોરના ૩.૩૦ કલાકે ગર્વમેન્ટ સર્કિટ હાઉસ, ફુલછોબ ચોક પાસે, રાજકોટ મુકામે ‘વિશ્ર્વ ગ્રાહક દિવસ’ના અનુસંઘાનમા મજબુત ગ્રાહક વિષયે સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે.
આ સેમીનારનું ઉદઘાટન રેમ્યા મોહન, જીલ્લા કલેકટરના હસ્તે થનાર છે. સેમીનારનું પ્રમુખસ્થાન પુજાબેન બાવડા, જીલ્લા પુરવઠા અધિકારી સંભાળશે. મુખ્ય મહેમાનો તરીકે એમ.પી. શેઠ, ન્યાયમૂતિ એમ.વી. ગોહિલ, ન્યાયમૂર્તિ એસ.એસ.વિસાણા, નિયામ કાનુનીમાપ વિજ્ઞાન અને ગ્રા.બા., એસ.કે. સીંગ ડાયરેકટર એન્ડ હેડ, બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ, દિપાબેન વી. કોરાટ, પ્રમુખ જાગૃતિ ગ્રાહક સુરક્ષા મહિલા મંડળ કાર્તિકભાઇ બાવીસી, સીનીયર એકઝીકયુટીવ બી.એસ.ઇ.લી. પુર્વિબેન દવે, કંપની સેક્રેટરી, એમ.જે.પી.એસોસીએટસ, નિલમબેન રાડીયા, મેમ્બર જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ, વિરલભાઇ પીપળીયા પ્રોફેસર ટી.એન.રાવ કોલેજ, અશોકભાઇ કોયાણી, શેર બજાર, નિષ્ણાંત, રાજકોટ જી.એન. ગગલાણી, વિમા નિષ્ણાંત, અતુલભાઇ વી. જોષી, ગ્રહક સુરક્ષા સહયોગી, રાજકોટ રંજનબેન ચૌહાણ, અગ્રણી ભીલ સમાજના મહિલા મોરચા વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે. આ સેમીનારનું સંપુર્ણ સંચાલન રમાબેન માવાણી પ્રમુખ રાજકોટ શહેર જિલ્લા ગ્રાહ સુરક્ષા મંડળએ સંભાળેલ છે. આ સેમીનારમાં પ્રવેશ નિ:શુલ્ક છે.