રિસેન્ટ ડેવલોપમેન્ટ ઈન ઈન્ડિયન લીગલ સિસ્ટમ આધારીત આયોજનમાં કાયદાની મહત્વતા, વિકાસને સમજાવવા બહોળી સંખ્યામાં વકિલો અને કાયદાના વિદ્યાર્થીઓ ઉમટયા
મારવાડી યુનિવર્સિટી ખાતે ફેકલરી ઓફ લો અને રાજકોટ બાર એસોસિએશન દ્વારા રિસેનટ ડેવલોપમેન્ટ ઇન ઇન્ડીયન લોગલ સિસ્ટમ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમીનારમાં સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડીયાના ફોર્મર જસ્ટીસ સી.કે. ઠકકર, હાઇકોર્ટ ઓફ ઇન્ડીયાના ફોર્મર જજસ્ટીસ રવિ આર. ત્રિપાઠી, રીટાયર્ડ જસ્ટીસ પી.પી.ભટ્ટ, તથા પ્રિન્સીપાલ ડિસ્ટ્રી જજ ગીતા ગોપી ઉ૫સ્થિત રહ્યા હતા.આ સેમીનારમાં બહોળી સંખયામાં વકીલો અને લોના વિઘાર્થીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.
કાયદો ડાયનેમીક વિષય: રવિ ત્રિપાઠી
અબતક સાથેની વાતચીત દરમિયાન હાઇકોટ ઓફ ગુજરાત ના ફોર્મર જસ્ટીસ રવિ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે સેમીનારનું આયોજન થયું તે ખુબ જ અગત્યનું છે. ઠકકર સાહેબએ ઓપનીંગ સેરેમનીમાં જણાવ્યું હતું કે રિસેન્ટ ડેવલોપમેન્ટ ઇન લો એ ખુબ જ અગત્યની બાબત છે. લો એ ડાયનમીક વિષય છે. કાયદાનું જ્ઞાન એડવોકેટ અને કાયદાના વિઘાર્થીઓ ખુબ સરસ રસતી મેળવી શકે તે માટે આવા સેમીનારના આયોજન થવા ખુબ જ અગત્યના છે. કાયદાના વિઘાર્થીઓને સંદેશ આપવા માંગીશ તે લોકો લોના પ્રેફેશન ને એ પૈસા કમાવવાની વૃત્તિથી નહી પરંતુ સમાજ સેવાની વૃત્તિથી અપનાવવું જોઈએ બીજા પ્રોફેશનમાં પૈસા મળી શકે પરંતુ સમાજ સેવાની શકયતા તે જેટલી કાયદાના પ્રોફેશનમા છે. તે બીજા પ્રોફેશનમાં નથી એટલે કાયદાના સ્ટુડન્ટસને ધ્યાન રાખવું જોઈએ. કે પૈસા તો મળશે જ. તેટલા માટે જ લો એ પ્રોફેશનલ છે બીઝનેશ નથી તેથી તે લોકોએ ધ્યાન રાખવું જોઈએ.
લોના વિદ્યાર્થીઓ ભારતના ન્યાયનું ભવિષ્ય: પી.પી. ભટ્ટ
અબતક સાથેની વાતચીત દરમિયાન રિટાયર્ડ જસ્ટીસ પી.પી. ભટ્ટએ જણાવ્યું હતુ કે સૌરાષ્ટ્ર રિજીયનમાં શિક્ષણના ક્ષેત્રમાં મારવાડી યુનિવર્સિટીએ માળખાગત સુવિધા આપી છે.આજે આ સુંદર મજાની ખાસ પ્રસંગ ઉપસ્થિત રહેવાનો અમને અવસર મળ્યો છે. સાથે સાથે જે પરિસંવાદનું આયોજન કર્યું છે. તેમાં ખાસ કરીને કાયદાના વિદ્યાર્થીઓ અને વકીલ મીત્રો ઉપસ્થિત રહ્યા છે. જે રીતે વિભિન્ન ડિવિઝન વર્કિંગ સેશનમાં સબજેકટસ રાખવામાં આવ્યા છે. તેને કારણે રિસેન્ટ ડેવલપમેન્ટ ઓફ લો છે.
તેનાથી તેઓ માહિતગાર થશે ઉદઘાટન સમારોહમાં સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ રહી ચુકેલા ઠકકર સાહેબએ ખૂબજ સુંદર રીતે વિષયની છણાવટ કરતા જણાવ્યું કે વિદ્યાર્થીઓ અને વકીલ મિત્રો મો આવિષયની પ્રસ્તુતિ કેટલી છે તે જણાવ્યું લો ના વિદ્યાર્થીઓ આવતીકાલનું ભવિષ્ય છે. અને આપણો દેશા સંવિધાનથી રચાયેલો દેશ છે. અને લોના વિદ્યાર્થી તરીકે તેમને જયારે કાયદાઓનાં અભ્યાસ બાદ વકિલાતના વ્યવસાયમાં કે બીજા કોઈ પણ ક્ષેત્રમાં જશે.
ત્યાર તેમને પ્રાપ્ત કરેલ નોલેજ તેમાં પણ ખાસ રિસેન્ટ ડેવલપમેન્ટસ લોમાં થતા રહેશે તેનાથી માહિતગાર રહેશે. અને તેનાથી ટેવાયેલા રહેશેતો તેમની કામગીરીમાં તેમણે ઘણું ઉપયોગી નિવડશે એ ઉપરાંત એ લિગલ સર્વીસ ઓથોરીટીના માધ્યમથી દેશની અને સમાજની સેવા પણ કરી શકશે. એ ઉપરાંત પોતાની વકીલાતની કારકીર્દીમાં પણ તેઓ સારીક કામગીરી કરી શકશે.
કાયદાના વિકાસમાં વિઘાર્થીઓનો અહમ ફાળો: સી.કે. ઠકકર
અબતક સાથેની વાતચીત દરમિયાન સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડીયાના ફોર્મર જસ્ટીસ સી.કે. ઠકકરને જણાવ્યું હતું કે આજે મારવાડી યુનિવર્સિટી ખાતે સેમીનારું આયોજન થયું હતું. અને આવા સેમીનાર થવા જ જોઇએ. અને વિઘાર્થીઓ અને વકીલો ખુબ ઉત્સાહથી ભાગ લે અને કાયદાના વિકાસમાં મદદ કરે. આવી સારી યુનિવર્સિટીમાં આવા સારરા વાતાવરણમાં વિઘાર્થીઓ ખુબ સારી રીતે અભ્યાસ કરી શકે છે. તો તેનો લાભ લઇ ખુબ આગળ વધે લોના વિઘાર્થીઓને એ જ સંદેશો આપીશ કે વાંચવું વાંચવું અને વાંચવું ખુબ ખુબ વાંચે ખુબ વિચારે અને તે રીતે જ્ઞાન મેળવે.