પોલેન્ડથી ૬૦થી ૭૦ ખરીદદારો આવશે આજે વોસોઁવા પોલોન્ડમાં વાઈબ્રાન્ટ સીરેમીકસ એકઝીબીશનના પ્રમોશન માટે પોલેન્ડ ચેમ્બર ઓફ કોમસઁમા સેમીનાર યોજવામાં આવ્યો હતો જેમાં ભારતના રાજદુત શ્રી અજય બીસારીયા, પોલેન્ડ ચેમ્બર ઓફ કોમસઁ પ્રેસીડેન્ટ એન્ડ્રેજ પાઇલટ,પોલેન્ડ ઇકોનોમિક દેવલોપમેન્ટના મી.લુસીના, કે. જી. કુંડારીયા, નિલેશ જેતપરીયા , ઘવલભાઈ ઝીલટોપ, પ્રફુલ્લભાઈ તથા યોગેશભાઈ કલેસ્ટોન,સિમ્પોલો સીરામીક ના પાર્થભાઈ,સેગમમાંથી નિલેશભાઈ,હિટકોમાંથી અભયભાઈ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે વાઈબ્રન્ટ સમિટ અંગે કે.જી.કુંડારીયા અને નિલેશભાઈ જેતપરિયાએ વિગતવાર માહિતી આપી હતી. હાલમાં મોરબીથી પોલેન્ડમા સીરામીક પ્રોડક્ટની ઘણી નિકાસ થઈ રહી છે પરંતુ આજની બેઠકની ફળ સ્વરૂપ હવેથી વધુ નિકાસ થશે. ઉલ્લેખનીય છે કે વાયબ્રન્ટ સીરામીક એક્સપોમાં પોલેન્ડથી ૫૦-૬૦ વિદેશી બાયર આવશે.આજના આ સેમિનારમાં ઇન્ડો પોલીસ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ જે.જે.સિંઘ તરફથી બહુ મોટો સહયોગ મળી રહ્યો છે.