રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને ફેડરેશન ઓફ ઈન્ડીયન એકસપોર્ટ ઓર્ગેનાઈઝેશન ફીઓના ઉપક્રમે જી.એસ.ટી. કાયદાની નિકાસકારોને સ્પર્ષતી ઓથોરાઈઝડ ઈકોનોમીક ઓપરેટર્સ એઈઓની જોગવાઈ અંગે ચેમ્બર હોલમાં યોજવામાં આવેલ સેમીનારમાં મુદ્રા સ્થિત કસ્ટમ્સ કમિશ્નર જીએસટી સંજયકુમાર અગ્રવાલ, એડીશનલ કમિશ્નર આર.કે.ચંદન, ડે.કમિશ્નર જોગીન્દરસિંઘ અને ડે. ડાયરેકટર ઓફ ફોરેન ટ્રેડ, રાજકોટ સુવિધ શાહ ઉપસ્થિત રહી નિકાસકારોને એઈઓની યોગ્યતા મૂલ્યાંકન ક્રિયાની પરેખા અને એઈઓના વેપાર ઉદ્યોગને મળવાપાત્ર લાભ અંગે વિગતવાર જાણકારી અને માર્ગદર્શન આપ્યું હતુ.
સેમીનારના પ્રારંભમાં રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ અને ફીઓનાં ક્ધવીનર પાર્થ ગણાત્રાએ સ્વાગત ઉદબોધન કરતા નિકાસકારો તેમજ વેપાર ઉદ્યોગના ઉદભવતા પ્રશ્નો અંગે રાજકોટ ચેમ્બરે હંમેશા સક્રિય કાર્યવાહી કરી રહી છે અને તેનો યોગ્ય પ્રતિભાવ પણ મળતો રહે છે.
ચેમ્બર દ્વારા આઈજીએસટી રીફંડ અંગે યથાસ્થાને રૂબરૂ અને લેખીત રજૂઆતો કરી નિકાસકારોને મળવાપાત્ર રીફંડ તુરંત રીલીઝ કરાયેલ અને આજ સુધીમાં ઘણા નિકાસકારોને રીફંડ મળી ગયું છે. આથી વેપાર ઉદ્યોગને લગતા કોઈપણ પ્રશ્નો હોય તો તે ચેમ્બરને મોકલી આપવાથી તેનો નિકાલ લાવવા યોગ્ય પ્રયાસ કરીશું તેની વિગત આપી સેમીનારમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓને આવકાર્યા હતા.
સેમીનારના અંતે રાજકોટ ચેમ્બરનાં સહમંત્રી ગૌતમભાઈ ધમસાણીયાએ આભારવિધિ કરી અને કાર્યક્રમનું સંચાલન ચેમ્બરના ટ્રેઝરર પ્રણય શાહે કર્યું હતુ. તેમ ચેમ્બરની યાદીમાં જણાવાયું છે.