રાજય સરકાર દ્વારા ગુજરાતના કોઈપણ વિસ્તારમાં યેલ કોઈપણ વાહન અકસ્માતમાં ઈજા પામેલા વ્યક્તિને અકસ્માતના પ્રમ ૪૮ કલાકમાં બનાવ દીઠ રૂ૫૦,૦૦૦/-ની મર્યાદામાં મફત સારવાર પ્રત્યેક ઈજાગ્રસ્ત દીઠ તાત્કાલિક મળવાપાત્ર રહેશે તે અંગેના તાજેતરમાં ઠરાવ અને પરિપત્ર કરવામાં આવેલ છે.
તાજેતરમાં શ્રી મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ-સુરેન્દ્રનગર ખાતે ડો.હરિશ એમ.વેસેટીયન (મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહા સિવિલ સર્જન) દ્વારા ઉપરોકત રાજય સરકારની યોજના અંતર્ગત ગુજરાત રાજયની હદમાં તા વાહન અકસ્માતમાં પ્રમ ૪૮ કલાકમાં સરકારી/ખાનગી તા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં રાજય સરકાર દ્વારા મળવાપાત્ર વિનામુલ્યે સહાય અને માર્ગદર્શન માટે સુરેન્દ્રનગર શહેરની તમામ સરકારી/ખાનગી તા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલના તમામ તબીબો તા આઈ.એમ.એ.ના સભ્યો માટે સેમીનાર રાખવામાં આવ્યો હતો.
જેમાં ડો.હરિશ એમ.વેસેટીયન દ્વારા ઉપસ્તિ તમામ તબીબો તેમજ અન્ય સભ્યોને જણાવાયું હતું કે તા.૧૮ના રોજી અમલમાં મુકવામાં આવેલ વાહન અકસ્માતમાં ઈજા પામનાર તમામ વ્યક્તિને આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય રાજયની તમામ સરકારી/ખાનગી તા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ દ્વારા તેઓ ગુજરાતના રહેવાસી હોય કે અન્ય રાજય કે અન્ય રાષ્ટ્રના હોય તેવા તમામ વ્યક્તિઓને રૂ.૫૦,૦૦૦ની મર્યાદામાં વ્યક્તિ દીઠ મફત સારવાર મળવાપાત્ર રહેશે. ઈજાગ્રસ્તને ૪૮ કલાકમાં પુરી પાડેલ પ્રોસીજર/કરેલ સારવાર અંગેના ખર્ચનું બીલ દિન-૧૦માં સંબંધિત જિલ્લાના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી/મેડિકલ કોલેજ સંલગ્ન તબીબી અધિક્ષકને ઠરાવ સો સંલગ્ન કલેઈમ ફોર્મ, હોસ્પિટલે રજૂ કરવાનું પ્રમાણપત્ર અને ઈજાગ્રસ્તનું તેઓ આ યોજનાનો લાભ લેવા ઈચ્છે છે તેવું સંમતી પત્રક રજુ કરવાનું રહેશે.
ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલના ડો.ભાર્ગવ જાદવ, ડો.કુલદિપ ખાંદલા, ડો.રુપમ ગુપ્તા, ગૌરવ, ડો.પંકજ શાહ, ડો.એચ.પી.વ્યાસ, ડો.દર્શન પઢિયાર, સી.યુ.શાહ, મેડિકલ કોલેજના આર.એમ.ઓ.વિગેરે તા આઈ.એમ.એ. તબીબ સભ્યો ખાસ ઉપસ્તિ રહ્યાં હતા.