સેિમનારમાં ૧૨ ટીમોએ ભાગ લીધો: વી.એ.એમ. ઈન્ડસ્ટ્રીઝના સી.ઈ.ઓ વિશાલ સરવૈયા, ગોવર્ધન ગ્રીન્સના સી.ઈ.ઓ શીતલ બાઠીયાની ખાસ ઉપસ્થિતિ
ગુજરાત ટેકનોલોજીકલ યુનિ. દ્વારા ૪ ઓગષ્ટના રોજ એવીપીટી કોલેજનાં કેમ્પસ ખાતે ધી ચાઈ ડેમો દિવસનું આયોજન કરવામાં આવ્યું હતુ જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીના નવા સ્ટાર્ટઅપ માટે પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવાનો હતો.
આ સેમીનારમાં મુખ્ય અતિથિ તરીકે વી.એ.એમ. ઈન્સ્ટ્રીઝના સી.ઈ.ઓ વિશાલ સરવૈયા, ગોવર્ધન ગ્રીન્સના સી.ઈ.ઓ શીતલબેન બાઠીયા અને થઈ. ચાઈના ફાઉન્ડર જતીન ચૌધરી ખાસ હાજર રહ્યા હતા.
આ સેમીનારમાં કુલ બાર ટીમોએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા એક પછી એક પ્રોજેકટની રજૂઆત કરવામાં આવી હતી. નિર્ણાયક દ્વારા રજૂઆત કરનાર વિદ્યાથીઓને તેમના પ્રોજેકટ પર જરૂરરીયાત પૂરતુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ .
આ સેમીનારમાં રાજકોટ સેન્ટર પર સિલેકટ થયેલ પ્રોજેકટને અમદાવાદ આગળની પ્રોસેસમાં મોકલવામાં આવશે. જીટીયુ ઈનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ સેન્ટરે હાલમાં જ જીટીયુના માર્ગદર્શન હેઠળ ત્રણ પ્રોજેકટને સ્ટાર્ટઅપ તેમજ પેટન્ટ હાઈલીંગ માટે જરૂરી માહિતી તેમજ મદદ કરી જીટીયુ દ્વારા કોઈપણ સ્ટાર્ટઅપ માટે અને પ્રોડકટ ડેવલપમેન્ટ માટે રૂ.૧૦ લાખ સુધીનું ફંડીગ પૂરૂ પાડયું છે. જેના લીધે વિદ્યાર્થીઓ નવા નવા ઈનોવેટીવ વિચારને યોગ્ય પ્લેટફોર્મ મળી રહેશે.