મેદસ્વીતાના કારણે થતી સમસ્યાઓ વિશે માર્ગદર્શન અપાશે: ચરબી માપવાનો ટેસ્ટ પણ વિનામૂલ્યે કરી અપાશે
વર્તમાન આધુનિક રહેણીકરણીના કારણે સમાજમાં મેદસ્વીતા અને તેના કારણે થતી મુશ્કેલીઓ વધી છે. અને મહિલાઓમાં મેદસ્વીતાના કારણે અનેક સમસ્યા જોવા મળે છે. ત્યારે રાજકોટના જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો. દર્શના પંડયા દ્વારા મહીલાઓ માટે વિનામૂલ્યે સેમીનારનું આગામી રવિવાર તા.ર૪ ના રોજ આયોજન કરવામાં આવ્યું છે.
ડો. દર્શના પંડયાના જણાવ્યા અનુસાર આજકાલ મેદસ્વીતા એ ગંભીર સ્વરુપ ધારણ કર્યુ છે એના કારણે અનેક સમસ્યા ઉભી થાય છે પણ હજુ લોકોમાં મેદસ્વીતા વિશે યોગ્ય જાણકારી કે જાગૃતિ જોવા મળતી નથી. સમાજ માટે ઘાતક સાબીત થઇ શકે એવી મેદસ્વીતાની સમસ્યા વિશે લોકોને જાગૃત કરવા અને ખાસ તો પરિવારના આધાર સમાન મહિલાઓને આ બાબતે જાગૃત કરવા અમે પ્રયાસ હાથ ધર્યા છે. મહિલાઓ આ મુદા પર જાગૃત હશે તો આપોઆપ પરિવારને જાગૃત કરી શકશે અને પરિવારને મેદસ્વીતાથી બચાવી શકશે કારણ કે મોટાભાગે મહિલાના હાથમાં રસોડું હોય તે યોગ્ય પૌષ્ટિક ખોરાક દ્વારા પરિવારની તંદુરસ્તી બરકરાર રાખી શકે છે. મેદસ્વીતાના કારણે પી.સી.ઓ. ના કારણે વંઘ્યત્વ, ડાયાબીટીસ, ડાયાબીટીસ, હ્રદયની લગતી સમસ્યાઓ વગેરે મુશ્કેલી થતી હોય છે. મહિલાઓમાં ચરબીના કારણે થતી વિવિધ મુશ્કેલીના કારણે પરિવારને સહન કરવા સાથે સમાજ માટે ચિંતાજનક બાબત છે. સેમીનારમાં જાણીતા સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. દર્શના પંડયા સાથે જાણીતા ડાયેટીશ્યનની ટીમ દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવશે.
ડો. દર્શના પંડયા દ્વારા તેમની આશુતોષ હોસ્પિટલ ખાતે ગર્ભવતી મહિલાઓને યોગ્ય માર્ગદર્શન આપવા સહિત મહિલા જાગૃતિ માટે અવાર નવાર વિનામૂલ્યે સેમીનાર રાખવામાં આવે છે. તેમની સામાજીક પ્રવૃતિના ભાગરુપે આગામી તા.ર૪ ને રવિવારે સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ ખાસ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. આશુતોષ હોસ્પિટલ (કોટેચાનગર મેઇન રોડ, કોટેચા ગર્લ્સ હાઇસ્કુલ સામે, રાજકોટ ફોન નં. ૦૨૮૧ ૨૪૫૦૬૫૦) ખાતે યોજાનારા આ સેમીનારમાં ભાગ લેવા માટે મહિલાઓને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે સેમીનારમાં જોડાવા માટે હોસ્પિટલ ખાતે નામ નોંધાવવું જરુરી છે.
આ ઉપરાંત માર્ગદર્શન કેમ્પ સાથે ખાસ ચરબીના ટકા માપવાનો ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવશે. મહીલાઓને બહોળી સંખ્યામાં સેમીનાર અને કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.