નિકાસ પ્રક્રિયા અને જીએસટી કાયદાની અસર અંગે માર્ગદર્શન અપાયું
તાજેતરમાં નિકાસની શરુઆત કરતા નિકાસકારોને નિકાસ અંગેની પ્રક્રિયાકીય કાર્યવાહી અંગે તથા નિકાસ કાર્ય પર લાગુ પડતા જીએસટી કાયદાની અસર અંગે માર્ગદર્શન મળી રહે તે ઉદ્દેશથી ગ્રેટર રાજકોટ ચેમ્બર અને ડાયરેકટર જનરલ ફોરેન ટ્રેડના ઉપક્રમે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમીનારમાં ડે. ડાયરેકટર જનરલ ફોરેન ટ્રેડ સુવિધ શાહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સી.જી.એસ.ટી. રાજકોટ વિભાગના ડેપ્યુટી કમીશ્નર મનીષ ચાવડા તથા સુપ્રીટેન્ડન્ટ શેખ તેમજ એસ.જી. એસ.ટી. રાજકોટ વિભાગના જોઇન્ટ કમીશ્નર લાડુમોર તેમજ દેના બેંકના આસી. જનરલ મેનેજર વિનાયક નાયક અને ઇ.સી.જી. સી.ના બ્રાંચ મેનેજર પીયુષ પંકજ અતીથી વિશેષ તરીકે ઉ૫સ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું ઉદધાટન દિપ પ્રાગટય દ્વારા કરવામાં આવ્યું હતું. ઉ૫સ્થિત મહાનુભાવો તથા હાજર રહેલા સર્વે વેપારીઓનું સ્વાગત ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરા દ્વારા કરવામાં આવતા જણાવ્યું હતું કે બીનસરકારી ખાસ કરીને વેપારી ચેમ્બર જેવી વેપારી સંસ્થાઓની વેપારી સમાજ પ્રત્યેની મુખ્ય ફરજો પૈકી મહત્વની ફરજ વેપારીઓનો વેપાર અંગેનું જ્ઞાન તેમજ કાયદાઓ અંગેની સમજ કેળવાય છે.
ફેરફારો ઘ્યાનમાં લઇ આપણા વેપારને કેમ વધારી શકીએ તે પ્રકારની માહીતીઓ વેપારીઓને પ્રદાન કરી વેપાર વૃઘ્ધીમાં મદદરુપ થશે તે અનુસાર ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સેમીનારોનું આયોજન કરવામાં આવ્યેું હતું.
સેમીનારમાં ડેપ્યુટી ડાયરેકટર જનરલ સુવિધકુમાર શાહ આપણને નીકાસક્ષેત્રે વેપાર કવરા અંગે જરુરી માહીતી અને સરકારની નીતીઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
દેનાબેંકના આસીસ્ટર જનરલ મેનેજર દ્વારા પ્રાસંગીત ઉદબોધન કરવામાં આવ્યું હતું. નાના વેપારીઓ તથા ઉઘોગકારોને દેનાન બેંક જેવી રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા નિકાસ થથા નાના ઉઘોગને પ્રોત્સાહન આપતી ઓછા વ્યાજની યોજનાઅંગે જાણકારી આપી હતી.