મુંબઇ, કાનપુર અને અમદાવાદના વરિષ્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રહ્યા ઉપસ્થિત
રાજકોટ ખાતે આવેલા આઈસીએઆઈ ભવન ખાતે બેન્ક બ્રાન્ચ ઓડિટ વિષય ઉપર એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટના ચાર્ટર્ડ એકાઉન્ટ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાને ઉદ્ભવતા પ્રશ્નો અંગે નિવારણ પણ કર્યું હતું. વિવિધ સમસ્યાઓ નો સામનો કરી રહેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે આ જાગૃતિ સેમિનારમાં અમદાવાદથી સીએ કુંતલ શાહ, મુંબઈથી સીએ ધનંજય ગોખલે અને કાનપુરથી સીએ અનિલ સક્સેના વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આજ ડિજિટલ યુગ હોવાના કારણે હવે એક વિશેષ સોફ્ટવેર ઉપર બેંક બ્રાન્ચ ઓડિટ થતા હોય છે અને ગણતરીના દિવસોમાં જ તેનો રિપોર્ટ મોકલી આપવાનો હોય છે ત્યારે આ સ્થિતિમાં કોઈપણ પ્રકારની અડચણ ચાર્ટ એકાઉન્ટ ને ન પડે તે માટે દર વર્ષે આ એક જાગૃતિ અંગેનો સેમીનાર યોજાય છે ત્યારે આઈસીએઆઈ ભવન ખાતે યોજાયેલા બેંક બ્રાન્ચ ઓડિટ વિષય પર રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક ચાર્ટર્ડ એકાઉન્ટ ઉપસ્થિત રહ્યા હતા.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે આ સેમિનાર અત્યંત લાભ કરતા : સી.એ. જીગ્નેશ રાઠોડ
આઈસીએઆઈ ભવનના કમિટી મેમ્બર સી.એ જીગ્નેશ રાઠોડે જણાવ્યું હતું કે જે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે તે રાજકોટના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે અત્યંત લાભદાયી અને લાભ કરતા નિવડશે. હર હંમેશ આઈ સી એ આઈ ભવન સી.એ સમુદાયનું વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતું હોય છે અને તેને ધ્યાને લઈને જ તેમના દ્વારા વિશેષ સેમિનારોનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ પ્રકારના અનેક જાગૃતિ લક્ષી સેમિનારો આગામી દિવસોમાં યોજાશે જે સીએ માટે અત્યંત ઉપયોગી નિવડસે.
કોમ્પ્યુટર દ્વારા ઓડિટ વિષય ઉપર તજજ્ઞો દ્વારા અપાયું માર્ગદર્શન : સી.એ મિતુલ મહેતા
રાજકોટ આઈસીએઆઈ ભવનના સેક્રેટરી સી.એ મિતુલ મહેતાએ જણાવ્યું હતું કે બેંક ઓડિટ વિષયમાં પણ અનેક વિષયો નો સમાવેશ થયેલો છે જેમાં કોમ્પ્યુટર દ્વારા ઓડિટ વિષય ઉપર બહારથી આવેલા તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું હાલ તે રીતે ટેકનોલોજીમાં એડવાન્સમેન્ટ થઈ રહ્યું છે તેને જોતા આ સેમીનાર સીએ માટે અત્યંત ઉપયોગી નિવડશે કારણકે પહેલી એપ્રિલ થી જ હવે બેન્ક ઓડિટ નું કાર્ય હાથ ધરાશે ત્યારે તે પૂર્વે જે આ જાગૃતતાલક્ષી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ઘણા ખરા આ રીતે ઉપયોગી નીવડે તો નવાઈ નહીં.