પૂ. ભાઈશ્રી શ્યામભાઈ ઠાકર વ્યાસપીઠ પર બિરાજી તા.૧૭ થી ૨૩ના સુધી શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવશે: સપ્તાહ દરમિયાન
મહાપ્રસાદ, ભવ્ય લોકડાયરો, દાંડિયા રાસ, શ્રીનાથજીની ઝાંખી, માતાજીના ગુણગાન સહિતના અનેક કાર્યક્રમ યોજાશે
શહેરમાં સેવાકીય કાર્ય સાથે સંકળાયેલા વાંક પરિવાર દ્વારા દિવાળી બાદ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. મવડી પાળ રોડ પર આવેલ શ્રી ક્રિશ્ના ગૌશાળા ખાતે ભવ્યતી ભવ્યતા ૧૭ થી ૨૩ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે સપ્તાહ દરમિયાન મહાપ્રસાદ ભવ્ય લોક ડાયરો, દાંડિયારાસ, શ્રીનાથજીની ઝાંખી, માતાજીના ગુણગાન દેવડાયરો, સહિતના અનેક કાર્યક્રમ યોજાશે. જેમાં માયાભાઈ આહિર, દેવરાજભાઈ ગઢવી, સહિતના નામી અનામી કલાકારો સપ્તાહ દરમિયાન શ્રોતાઓને સત્સંગનીથી ભકિત પૂરી પાડશે તેવું અબતકની મુલાકાતે આવેલા આગેવાનોએ કહ્યું હતુ.
સપ્તાહમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા રાજયના વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણી, કેબીનેટ મક્ષાના મંત્રીઓ, ધારાસભ્યો, કોર્પોરેટરઓ ગુજરાત રાજયના આહિર સમાજના આગેવાનોઓ ઉપસ્થિત રહેશે.
પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રસ્થાપિત શ્રી સાંદિપાનિ વિદ્યાનિકેતન પોરબંદરથી પ્રશિક્ષીત થયેલ ભાઈશ્રી શ્યામભાઈ ઠાકર દ્વારા તા. ૧૭ થી ૨૩ સુધી વ્યાસપીઠ પર બિરાજી પોતાની વાણી દ્વારા શ્રીમદ ભાગવત કથાનું ધર્મપ્રિય જનતાને રસપાન કરાવશે.
સપ્તાહ દરમિયાન બપોર અને સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સપ્તાહ દરમિયાન રાત્રીનાં વિવિધ કાર્યક્રમ યોજાશે જેમાં દાંડિયારાસમાં જીજ્ઞેશભાઈ કવીરાજ, સંતવાણીમાં માયાભાઈ આહિર, દેવરાજભાઈ ગઢવી, વંદનાબેન દેવરાજભાઈ ગઢવી, જગમલભાઈ બારોડ, અનુભા ગઢવી, કુલદિપભાઈ ગઢવી, લાખાભાઈ કુંભરવાડીયા, દાંડીયારાસમાં જીજ્ઞેશભાઈ કવીરાજ, તથા માતાજીના ગુણગાનમાં હિતેશભાઈ રાવળ, જીતેષભાઈ રાવળ, ધર્મેશભાઈ રાવળ, ભરતભાઈ રાવળ તેમજ માતુશ્રી રાણબાઈમા રાસ મંડળી લાતીપૂર શ્રીનાથજીની ઝાંખીમાં નિધીબેન ધોળકીયા, નીતીનભાઈ દેવકા, અમીબેન ગોસાઈ, તેજસભાઈ શિશાંગીયા તેમજ કલાકારો ઉપસ્થિત રહેશે.
આ સિવાય લોધીકા તાલુકાના ૩૮ ગામોનો જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમજ હાલાર પંથક, મોરબી માળીયા મચ્છુ કાંઠાના સમસ્ત આહિર સમાજ, આમરણ ચોવીસી તેમજ કાઠીયાવાડ રામોદ પંથક, તેમજ આહિર સમાજના ગામનો જાહેર આમંત્રણ પાઠવામાં આવ્યું છે.
શ્રીમદ ભાગવત સપ્તાહમાં પધારવા માટે મવડી નગર પંચાયતના પૂર્વ પ્રમુખ બાબુભાઈ રામસુરભાઈ વાંક, જીલુભાઈ રામસુરભાઈ વાંક, સ્વ. બટુકભાઈ વાંક, નિલેશભાઈ બટુકભાઈ વાંક, અર્જુનભાઈ વાંક, વિક્રમભાઈ વાંક, પ્રકાશભાઈ વાંક, નિલેશભાઈ વાંક, મયુરભાઈ વાંક, દેવાણંદભાઈ વાંક, લખુભાઈ વાંક, રાજુભાઈ વાંક, વિક્રભભાઈ વાંક, મહેશભાઈ વાંક, વનરાજભાઈ વાંક તેમજ વાંક પરિવાર દ્વારા આમંત્રણ પાઠવાયું છે.