એનએસયુઆઇનું કુલપતિને આવેદન, માંગ નહીં સ્વીકારાયતો જલદ કાર્યક્રમો આપવાની ચીમકી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને યુ.જી.સી.ની ગાઇડલાઇન મુજબ સેમેસ્ટર-૨ અને ૪ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. એમાં પણ ખાસ કરીને સેમેસ્ટર-૨ અને ૪ના એટીકેટી ધરાવતા વિદ્યાર્થીઓને પણ ‘માસ પ્રમોશન’ આપવામાં આવ્યું. તે ખૂબ જ સારો નિર્ણય છે. યુનિવર્સિટી માટે બધા જ વિદ્યાર્થીઓ એકસમાન હોવા જોઇએ. એટલા માટે સેમેસ્ટર-૧,૩ અને પના એટીકેટી ધરાવતા વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવે તેવી માંગ સાથે એસએસયુઆઇ દ્વારા કુલપતિને આવદેન પાઠવવામાં આવ્યુ હતું.

જેમાં જણાવાયુ હતુ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પાસે રૂ.૧૦૦ ડેવલોપમેન્ટ ફી પેટે લાખો‚ રૂપિયા ઉઘરાવવામાં આવે છે આજ ડેવલોપમેન્ટ ફી વિદ્યાથીઓના વિકાસ અર્થે વાપરવાની હોય છે.

કયાંય પણ એવું જોવા મળતુ નથી, પણ આવા કોરોના મહામારીના કપરા સમયમાં વિદ્યાર્થીઓના હિત માટે આ પૈસા વપરાય એના માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોને ‘માસ્ક સેનેટાઇઝર’ અને ‘થર્મલ ગન’ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના હિતાર્થે આપવામાં આવે તેવી પણ અમારી સ્પષ્ટ માંગણી છે.

ઉપરોકત મુદ્દાઓને ધ્યાનમાં રાખી આપના દ્વારા ત્વરીત નિર્ણય લેવામાં આવે એવી રાજકોટ શહેર એન. એસ.યુ.આઇ.ની સ્પષ્ટ માંગણી છે. જો આવનાર દિવસોમાં આવું નહીં થાય તો રાજકોટ શહેર એન.એસ.યુ.આઇ. જવલંતથી જવલંત કાર્યક્રમ કરતા પણ અચકાશે નહી. એટલા માટે આપના દ્વારા વિદ્યાર્થીના હિતાર્થે નિર્ણય લેવા માંગણી છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ શહેર એનએસયુઆઇ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, વિશ્ર્વદિપસિંહ જાડેજા, મંથન પટેલ, દેવેન્દ્રસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ જાડેજા, ભવ્ય પટેલ, પરવેઝભાઇ, વિશ્ર્વજિતસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા વિગેરે જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.