ભારતીય ચૂંટણી આયોગ તરફથી દાદરાનગર હવેલી માટે પસંદગી પામેલા જનરલ ઓબ્ઝર્વર જી.એચ.ખાને ન્યુ દમણગંગા સર્કિટ હાઉસ ખાતે બધા નોડલ ઓફીસર અને સેકટર ઓફીસરની સાથે ચૂંટણીની તૈયારીઓ સંબંધીત મીટીંગ યોજી હતી. આ મીટીંગમાં આર.ઓ. કન્ન ગોપીનાથન તેમજ બંને એસ.આર.ઓ. ઉપસ્થિત રહ્યા હતા.
જી.એચ.ખાને ચૂંટણીને સંબંધીત, ચૂંટણીના ખર્ચ સંબંધીત અને મોડલ કોડ ઓફ ક્ધડકટ સંબંધીત મુદાઓ પર વિશેષ ભાર આપ્યો હતો. આ મીટીંગમાં બધા ઓફીસરો દ્વારા ઓબ્ઝર્વરને અત્યાર સુધીની તમામ તૈયારીઓ સંબંધીત જાણકારી આપવામાં આવી હતી.
તેઓએ કાનુન અને વ્યવસ્થા સંબંધીત મુદાઓ પર એસ.પી. શરદ દરાડે સાથે ચર્ચા કરી હતી. પોલીંગ બથ પર બધી વસ્તુઓની ઉપલબ્ધી સુનિશ્ર્ચિત કરવા પર વિશેષ ભાર મૂકયો અને કિટિકલ એરીયા સંબંધીત મુદાઓ પર પણ તેઓએ ગહન ચર્ચા કરી હતી તેઓ અહીની તૈયારીઓથી સંતુષ્ટ જોવા મળ્યા હતા. તથા મીટીંગના અંતમાં તેઓએ કહ્યું હતુ કે દાદરાનગર હવેલી પ્રદેશ ઘણો શાંતિપ્રિય છે. તથા તેઓએ બધાને નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણી માટે શુભકામનાઓની સાથે બધા અધિકારીઓને જણાવ્યું હતુ કે કોઈ પણ સમસ્યા માટે કોઈ પણ અધિકારી તેનો કોઈ પણ સમયે સંપર્ક કરી શકે છે.