સેલવાસની એરો ફર્મા કંપનીમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી લોકો સ્વયંભુ રકતદાન કરવા બહોળી સંખ્યામાં ઉમટી પડયા હતા. કંપનીના કર્મચારીઓએ ઉત્સાહભેર રકતદાન કર્યું હતું.કંપનીના પ્લાન્ટ મેનેજર સંજયસિંહે કહ્યું કે, જયારે પરીવારમાંથી કોઈ વ્યકિતને રકતની જરીયાત ઉભી થાય છે ત્યારે રકતની સાચી કિંમત ખ્યાલ આવે છે. રકતદાન એ સૌથી મોટું દાન છે.
સેલવાસમાં અનેક બિમારીઓ ફેલાઈ રહી છે જેના કારણે બ્લડ બેંકમાં રકતની ઘટ જોવા મળી રહી છે ત્યારે એરો ફર્મા કંપનીએ રકતદાન કેમ્પનું આયોજન કરી જરીયાતમંદ લોકોની જિંદગી બચાવવાનો નિર્ણય લીધો હતો.રકતદાન કેમ્પમાં એરો ફર્મા કંપની ઉપરાંત આસપાસના વિસ્તારોમાં આવેલી કંપનીના વર્કરોએ પણ રકતદાન કર્યું હતું. કેમ્પમાં સંજયકુમાર, એચ.આર.મેનેજર કાર્તિક પાઠક, મેઈન્ટેન્સ મેનેજર રાકેશ પટેલ, પ્રોડકશન મેનેજર રાજકુમાર વરમન ઉપસ્થિત રહ્યા હતા.