સેલવાસ. સિલવાસા મ્યુનિસિપલ કૌંસિલે ( એસએમસી) આજથી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનાં લાભાર્થીઓને વેડિંગ સર્ટિફિકેટ આપવાનો શરૂ કર્યું છે. એસએમસી પ્રેસિડેંટ રાકેશસિંહ ચૌહાણ અને ચીફ ઓફિસર ડો. સુનભ સિંહે કૌંસિલરો સાથે લાભાર્થી લારી-ગલ્લાવાલોને વેન્ડિંગ સર્ટિફિકેટ આપી વિક્રેતા પ્રમાણ-પત્ર વહેંચવાની શરૂઆત કરી. 600 જેટલાં સ્વનિધિ યોજનાનાં લાભાર્થીઓને વેડિંગ સર્ટિફિકેટ આપવાનો છે.
લાભાર્થી વેંડરો મ્યુનિસિપલ ઑફિસથી પોતાનો વેન્ડિંગ સર્ટિફિકેટ પ્રાપ્ત કરી શકે છે. એસએમસી ઑફિસ આવવામાં અસમર્થ વેંડરોનાં સર્ટિફિકેટ તેમનાં દુકાન અથવા ઘરે પહોચાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોનાકાલમાં પ્રભાવિત સ્ટ્રીટ વેંડરોને ધંધા-રોજગારને ટકાવી રાખવા માટે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત રાહત દરે રૂ.10 હજારની સરકારી લોન આપવામાં આવી હતી. જે સ્ટ્રીટ વેંડરો સ્વનિધિ યોજનાનાં લાભ લીધો હતો તેમણે વેન્ડિંગ સર્ટિફિકેટ અપાઈ રહ્યો છે.