પ્રશાસક પ્રફુલભાઈ પટેલે બન્ને જવાનોને આપ્યા અભિનંદન
સેલવાસ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી દિવ દમણ ગોવાના સેલવાસના અભિષેક શર્મા અને ખાનવેલના નીતીન બંધુસાગર નામના બે જવાનો અગ્નીવીર યોજનામાં સીલેકટ થતા પ્રશાસક પ્રફુલ પટેલે બન્ને અગ્નિ વીર જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.
સરકાર દ્વારા શસ્ત્રદળની ત્રણેય સેવા માટે શરુ કરવામાં આવેલી અગ્નિવીર યોજના શરુ કરવામાં આવી છે.
16 જુન 2021ના રોજ જાહેર થયેલ અગ્નિવીર યોજના અંતર્ગત સેલવાસમાં અભિષેક શર્મા અને ખાનવેલના નીતીન બંધુ સાબર અગ્નિ વીર તરીકે પસંદ થયા છે.અભિષેક મઘ્યપ્રદેશ અને નીતીન બિહારમાં ટ્રેનીગ લેશે સેલવાસ પ્રવાસ દરમ્યાન પ્રશાસક પ્રફુલ પટેલ બન્ને જવાનોને મળી અભિનંદન પાઠવ્યા હતા.
સેનામાં ફરજ બજાવવા માટે ચાર વર્ષ પછી અગ્નિવીર સેનામાં કાયમી નોકરી માટે અરજી કરી શકશે ચાર વર્ષ બાદ અગ્નિ વીરોને 1ર લાખ કમાશે જેનાથી તે ગમે તે ધંધા સાથે પગભર થઇ શકશે. આ ઉપરાંત 48 લાખ વિમા કવચ ચાર વર્ષની સેવા બાદ 75 અગ્નિવીરને પેકેજ અને સેનામાં કાયમી થઇ જાય રપ જવાનોને પણ અગ્નિ વીરોના લાભ મળશે.