આદિવાસી એકતા પરિષદ દ્વારા અનેક વિધ આયોજન સાથે ભવ્ય ઉજવણી
સેલવાસ સહીત સંઘ પ્રદેશમાં આદિવાસી એકતા પરિષદ દ્વારા આદિજાતિઓની ભગવાન બિરસા મુંડા જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી છે. દાદરા નગર હવેલી આદિવાસી એકતા પરિષદ દ્વારા વિવિધ સંગઠનના સહયોગ દ્વારા બાઈક રેલી આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાના જન્મોત્સવ નિમિતે ભગવાન બિરસા ચોકના સાતમા સ્થાપના દિવસના અવસર પર કિલવણી નાકા પર ભગવાન બિરસા મુંડાની મૂર્તિની સ્થાપના કરવામા આવી હતી.આ ઉપરાંત આઝાદી પછીના ક્રાંતિકારી નેતા “મોહન ડેલકર ચોક, આદિવાસી રત્ન જુગલ પટેલ ચોક,અનિલ પટેલ ચોક અને ખાનવેલ ચૌડા ગ્રાઉન્ડને વારલી સમાજના નેતા ભીખુ ભીમરા સ્ટેડિયમ ગ્રાઉન્ડના નામથી જાહેર કરવા માટે પ્રસ્તાવ પસાર કરવામા આવ્યો હતો. આદિવાસી નેતા પ્રભુ ટોકીયાએ પોતાના વક્તવ્યમા જણાવ્યુ કે વીતેલા વર્ષોમા સ્થાનિક કેટલાક અધિકારીઓ દ્વારા દાનહનુ અસ્તિત્વ ખતમ કરવામા આવ્યુ અને દાદરા નગર હવેલી અને દમણ- દીવને એક જિલ્લો બનાવીને દાદરા નગર હવેલીના ઇતિહાસ સંસ્કૃતિ અને હક્ક અધિકારોનુ ખુલ્લેઆમ હનન કરવામા આવ્યુ છે.
દાદરા નગર હવેલી આદિવાસી એકતા પરિષદ દ્વારા વિવિધ સંગઠનના સહયોગ દ્વારા પ્રદેશમા બાઈક રેલી કાઢ્યા બાદ આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાના જન્મોત્સવ નિમિતે ભગવાન બિરસા ચોકના સાતમા સ્થાપના દિવસના અવસર પર કિલવણી નાકા પર ભગવાન બિરસા મુંડાની મૂર્તિની સ્થાપના કરવામા આવી હતી.આ ઉપરાંત આઝાદી પછીના ક્રાંતિકારી નેતા “મોહન ડેલકર ચોક,આદિવાસી રત્ન જુગલ પટેલ ચોક,અનિલ પટેલ ચોક અને ખાનવેલ ચૌડા ગ્રાઉન્ડને વારલી સમાજના નેતા ભીખુ ભીમરા સ્ટેડિયમ ગ્રાઉન્ડના નામથી જાહેર કરવા માટે પ્રસ્તાવ પસાર કરવામા આવ્યો હતો.ત્યારબાદ ઉપસ્થીત આદિવાસી પ્રતિનિધિઓએ પોતપોતાના વકતવ્યમા પ્રશાસન વિરુદ્ધ પોતપોતાના મંતવ્યો રજુ કર્યા હતા.
પ્રશાસક પ્રફુલભાઇ પટેલના રાજમા કાનુન અને વ્યવસ્થામા ઘણો ફરક પડયો છે એ સ્વીકારવુ જ પડશે પરંતુ સ્થાનિકો સાથે થઇ રહેલ અન્યાય સંદર્ભે અમારી લડાઈ હંમેશા ચાલુ જ રહેશે. આ અવસરે આદિવાસી એકતા પરિષદના પૂર્વ પ્રમુખ પ્રભુ ટોકીયા,દમણથી ઉમેશ પટેલ સહિત અલગ અલગ આદિવાસી સંગઠનના પ્રતિનિધિઓ ઉપસ્થીત રહ્યા હતા.