ગુરુ શિષ્યનો સંબંધ પવિત્ર અને વિદ્યાર્થી માટે શિક્ષક સુરક્ષા કવચ અને વાલીની જેમ જ છત્ર આપનાર ગણાય છે ત્યારે ખાનવેલ સરકારી હાઈસ્કૂલ ની એક વિદ્યાર્થીની એ શિક્ષિકાએ થપ્પડ મારવાના આઘાતમાં આત્મહત્યા કરી દેવાના બનાવે છે વિદ્યાર્થીનીનો મૃતદેહ પોલીસે ગોરાપાડાના જંગલમાં ઝાડ ઉપરથી લટકતી હાલતમાં કબજે કર્યો હતો.
ભોગ બનનાર વિદ્યાર્થીનીના પરિવારજનોએ થપ્પડમાર શિક્ષિકા પર કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહના પોસ્ટમોર્ટમ ન કરવાની હઠ પકડી હતી . ભોગ બનનાર વિદ્યાર્થીની ના પરિવારે ખાનવેલ પોલીસ સ્ટેશનને જઈને શિક્ષિકા ને સસ્પેન્ડ કરી ગુનો નોંધી ધરપકડ કરવાની માંગ કરી હતી. ખાનવેલ પોલીસ સ્ટેશન ઓફિસર જીગ્નેશભાઈ પટેલ અને મામલતદાર એ પીડીત પરિવારને સાંજ સુધી સમજાવ્યા હતા અને પોસ્ટમોર્ટમ કરાવ્યા પછી આગળની કાર્યવાહી નું જણાવ્યું હતું.
બીજી તરફ થપ્પડ મારનાર શિક્ષિકાને શાળામાં જ રોકી રખાઈ હતી વિદ્યાર્થીની દૂધની કરચોળ ગામ માં રહે છે અને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. ગઈકાલે શાળામાં ઉછળ કૂદ કરવા પર શિક્ષિકાએ વિદ્યાર્થીને બે ત્રણ થપ્પડ મારી લીધી હતી જેનાથી નારાજ થઈને વિદ્યાર્થીને આચાર્યને ફરિયાદ કરી હતી આચાર્યએ બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું .ત્યાર પછી રજા લઈને વિદ્યાર્થીની હોસ્ટેલ આવી હતી ત્યાંથી ગોરા જંગલમાં જઈને ઝાડવા ઉપર દોરીનો ફાંસો ખાઈને આપઘાત કરી દીધો હતો .
આ અંગે રૂદાના સરપંચને જાણ થતા તાત્કાલિક ખાનવેલ પોલીસ ઇન્ચાર્જ ને વિગતો આપી હતી. પોલીસે બહેનો કબજે લઈ પોસ્ટમોર્ટમ ની તજવી જાત કરી હતી ભોગ બનનાર વિદ્યાર્થીનીના પિતાનું ગયા વર્ષે મૃત્યુ થયું હતું પરિવારમાં માં ભાઈ અને બહેન છે કોક બનનાર પરિવારને દૂધની ગ્રામ પંચાયતના સભ્ય સંદીપ ઘુસારા બસપાના અધ્યક્ષ પ્રભાકર રાવભર સહિતના આગેવાનોએ સાત્વના આપી હતી.