ગુજરાતી કેન્દ્ર શાળામાં સરપંચના હાથે રમતોત્સવનો આરંભ રમતોત્સવમાં 800 વિદ્યાર્થી સ્પર્ધકો વચ્ચે કાંટાની ટકકર જેવી સ્પર્ધાનો માહોર

દાદરા ગુજરાતી કેન્દ્ર શાળામાં ર દિવસીય રમત ઉત્સવને દાદરા સરપંચ અને ઉપસરપંચે ઉદધાટન કરી રમતોત્સવનો પ્રારંભ કરાયા હતો. સેલવાસ. દાદરાનાં સરકારી ગુજરાતી પ્રાથમિક કેન્દ્ર શાળામાં 2 દિવસીય રમત ઉત્સવની શરૂઆત થઈ. દાદરાનાં સરપંચ સુમિત્રાબેન પટેલ અને ઉપસરપંચ કમલેશભાઈ દેસાઈએ રમત ઉત્સવનું ઉદઘાટન કર્યુ છે. સરપંચ અને ઉપસરપંચે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો તથા સારા પ્રદર્શનની શુભેચ્છાઓ આપ્યો હતો.

રમત ઉત્સવમાં દાદરા, દેમણી, તિધરા, વાધધરા સરકારી પ્રાથમિક વિદ્યાલયોનાં 800 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. કબડ્ડી, ખોખો, લાંગ જમ્પ, હાઈ જમ્પ જેવા ઘણાં રમત સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ પોતાની રમ2 પ્રતિભાનું પ્રદર્શન કરશે. આયોજક અને સહભાગી વિદ્યાલયોનાં પ્રબંધન શિક્ષકોનાં સહિયારા પ્રયાસોથી શાનદાર રમત ઉત્સવનું આયોજન કરી થયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.