- 28.32 લાખના પુઠાની ચોરીની ફરીયાદ નોંધાતા જ પોલીસે તાત્કાલીક ગુન્હો કર્યા ડીટેકટ
સેલવાસ પોલીસ મથકમાં ર મેના રોજ રૂ. 28.30 લાખની કિંમતના 14.63 ટન કાગળના પુઠા ચોરાયાની ફરીયાદના પગલે દાદરા પોલીસે તાત્કાલીક પગલા લઇ ચોરીનો ભેદ ઉકેલી પાંચ શખ્સોને ચોરીના મુદામાલ સાથે ઝડપી પોલીસની ઝડપી કામગીરીનો દાખલો બેસાડયો હતો
દાદરાની એસ.એસ. પેકેજીંગ કંપનીના સીઘ્ધાંત ભવદીપ સાલ્વેએ અજાણ્યા શખ્સો વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી કે તા.1.4 થી 30.4 દરમ્યાન કંપનીના ગોડાઉનમાંથી રૂ. 28.30 લાખની કિંમતના 28.32 ટન પુઠા ચોરાયાની ફરીયાદ દાદરા આઉટ પોસ્ટ ના હેડ કોન્સટેબલ એન.બી. રાઠોડ સમક્ષ લખાવી હતી. સેલવાસ પોલીસે કલમ 380, 454, 457, 411, 34 મુજબ ગુનો નોંધી પીએસ સેલવાસએ તપાસ હાથ ધરતા વાપીના બલીથાના ઇરદાહ અહેમદ અસ્ફાક 37, મહમદનું રૂલ્લા ખાન 38, અકરમ રમજાનખાન 40, હીતેષ ઉર્ફે લાલુ રાજુ પટેલ 36, ઇચલ ભીમજીને દાદરાથી 3 ટન અને 11.63 ટન પુઠા જી.આઇ.સી.એલ. માંથી કબજે કરી અટકાયત કરવામાં આવી હતી.