દાદરાની લોકસભાની બેઠક પર આ વખતે નિશ્ચિત વિજય હોવાનો વિશ્વાસ વ્યક્ત કરતા કેસરિયા નેતા
કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના શહેરી અને આવાસ રાજ્યમંત્રી કૌશલ કિશોરે સેલવાસમાં ભાજપ કાર્યકરોને 2024 ની લોકસભા ચૂંટણીમાં નિશ્ચિત વિજય મેળવવા માટે સંગઠનની એકતા નો મંત્ર આપ્યો હતો. સેલવાસના હવેલી મેદાનમાં ભાજપ દ્વારા આયોજિત ધન સભાને સંબોધિત કરતા મંત્રી કૌશલ કિશોરે કહ્યું હતું કે ગત લોકસભાની ચૂંટણીમાં અહીં આપણે 51,000 મતથી પાછળ રહ્યા હતા. પરંતુ આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ ન ઉમેદવારને આપણે અહીંથી 1,51,000 મતોથી વિજય બનાવવા છે .આવતા વર્ષે થનારી ચુંટણી ને ધ્યાને લઈ કાર્યકરો સાથે ચર્ચા મસલતો કરતા કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે કહ્યું હતું કે 27 જૂન એ વર્ચ્યુઅલ મીટીંગ અને 27 સપ્ટેમ્બરે સેલવાસમાં વિશાળ જનસભા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કાર્યકર્તાઓને પ્રચંડ જન સમર્થન માટે કામે લાગી જવાનું છે.
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સરકારના માર્ગદર્શન હેઠળ કેન્દ્રશાસિત પ્રદેશો અને દેશમાં સર્વત્ર વિકાસ થઈ રહ્યો છે. જનસભા અને પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જીતુભાઈ માઢા, રઘુનાથભાઈ કુલકર્ણી એ સંબોધન કર્યું હતું આ દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ દીપેશભાઈ ટંડન, નગરપતિ રંજનીશેટ્ટી કિશનસિંહ પરમાર દામજીભાઈ કુહાડા વંદનાબેન પટેલ રાકેશસિંહ ચૌહાણ અજયભાઈ દેસાઈ મનીષભાઈ દેસાઈ દીપકભાઈ પ્રધાન ધર્મેન્દ્રસિંહ ચૌહાણ હિતેશભાઈ લાડ સંજયભાઈ રાવત પ્રિયાંકસિંહ પરમાર હાજર રહ્યા હતા ભાજપ પ્રદેશ પ્રમુખ દિપેશભાઈ ટંડલે સેલવાસા દમણ અંગે જણાવ્યું હતું કે અહીં જાહેર સભામાં ઉમટી પડેલી મેદની એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં થઈ રહેલા વિકાસ ના ફલક સ્વરૂપે છે. મેડિકલ કોલેજ એન્જિનિયરિંગ કોલેજ સહિત તમામ ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે દાદરા નગર હવેલીની જનતા વિકાસ કાર્યોથી સંતોષ છે આ સંતોષ થી આગામી લોકસભાની ચૂંટણીમાં અમે પ્રચંડ મતે જનાધારે વિજય થશુ તેવો વિશ્વાસ વ્યક્તિ કર્યો હતો.