બહોળી સંખ્યામાં ઉપસ્તિ અગ્રણીઓએ રોડ-રસ્તાની સફાઈ કરી: આગામી દિવસોમાં પેટલાદના ગામોમાં સફાઈ હા ધરાશે
દાદરા અને નગર હવેલીના ખાનવેલમાં લોક જનશક્તિ પાર્ટી દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ લોક જનશક્તિ પાર્ટીના સચિવ તુષાર ભાવસાર, ધર્મિનસિંહ ચૌહાણ, સ્ટુડન્ટ સેલ પ્રમુખ દિવ્યરાજ ચૌહાણ, ઉપપ્રમુખ સૂર્યપ્રતાપસિંહ, અજીતસિંહ પરમાર, પ્રમુખ નિલેશસિંહ તા પ્રિન્સસિંહ ઉપસ્તિ રહ્યાં હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨ ઓકટોમ્બર ૨૦૧૪માં સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાનના સંદર્ભે મહાત્મા ગાંધીની ૧૫૦મી વર્ષગાંઠ નિમીતે વર્ષ ૨૦૧૯ સુધીમાં ભારતને સ્વચ્છ બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. જે અંતર્ગત લોક જનશક્તિ પાર્ટી દ્વારા ગ્રામ્ય વિસ્તારમાંથી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે ખાનવેલ ખાતે પાર્ટીના અગ્રણીઓએ તેમજ ગ્રામજનોએ મળીને સાફ-સફાઈ હા ધરી હતી.
પ્રદેશ અધ્યક્ષ રાજન સોલંકીએ જણાવ્યું કે, સ્વચ્છ ભારત અભિયાન ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલું રાષ્ટ્ર વ્યાપી અભિયાન છે. જેની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મહાત્મા ગાંધીની ૧૪૫મી જન્મજયંતિના દિવસે ૨ ઓકટોમ્બર ૨૦૧૪ના રોજ કરી હતી. પ્રધાનમંત્રીએ લોકોને અપીલ કરી છે કે, વધુમાં વધુ લોકો સ્વચ્છતા અભિયાનમાં જોડાય જેથી ભારત દેશ સ્વચ્છ બની શકે. આ અભિયાનની શરૂઆત નરેન્દ્ર મોદીએ જાતે રોડની સફાઈી કરી હતી.
વધુમાં રાજન સોલંકીએ કહ્યું કે, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અત્યાર સુધીમાં ૨,૫૭,૨૫૯ ગામોને ખુલ્લામાં શૌચમુક્ત કર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સ્વચ્છ ભારત અભિયાનને લોક જનશક્તિ પાર્ટી ટેકો જાહેર કરીને ગ્રામ્ય વિસ્તારમાં સફાઈ હા ધરવાનો પ્રારંભ કર્યો છે. હાલ ખાનવેલમાં સ્વચ્છતા અભિયાન હા ધરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં પેટલાદના ગામોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com