વાપી ઉપાસના લાઇન્સ સ્કૂલ ખાતે ભારતીય સિંધુ સમાજ સંમેલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંગઠન નિમણૂક કરવામાં આવી હતી.એ અંતર્ગત મહિલા વિભાગના પ્રમુખ તરીકે સામાજિક કાર્યકર અને ઉદ્યોગપતિ પિંકી ખીમનાની ની વરની થઇ હતી. પુરુષ વિભાગમાં જયેશ ટેકચંનદાની ની નિમણૂક થઈ હતી. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે આર. કે કુંડનાની. મુકેશ લાખવાની ,રેણુ તલરેજા. ઉપસ્થિત રહિયા હતા. ઉપરાંત સુરત, કચ્છ, વલસાડ,બારડોલી, દમણ,સેલવાસ નો સિંધી સમાજ હાજર રહ્યો હતો.
દરેક સમાજની એક આગવી અસ્મિતા હોય છે. સિંધી સમાજ પાંચ હજાર વર્ષ જૂનો છે, તેઓ સિંધુ નદી કિનારે વસવાટ કરતા હતા. દેશનું વિભાજન થતાં તેઓને તેમનો પ્રદેશ છોડીને દેશના અલગ અલગ પ્રાંતમાં જઇને વસવાટ કરવો પડયો હતો. તેમ છતાં ખમીરવંતા સિંધી સમાજે જ્યાં વસવાટ કર્યો, ત્યાં પોતાની સંસ્કૃતિ ટકાવી રાખી છે. દેશની આઝાદ થયાને ૭૦ વર્ષ થયા છે, તે દરમ્યાન અનેક પરિવર્તન આવ્યુ છે. પરંતુ સિંધી સમાજના વડીલો, અગ્રણીઓએ પરિવર્તનમાં પણ સિંધી સમાજની યુવા પેઢી પોતાની ઓળખ, સિંધીભાષા, સિંધી રિતરિવાજથી દૂર ન થઇ જાય અને સમાજ ભાવના ઉજાગર કરવાનો એક ઉમદા પ્રયાસ કર્યો છે, તે ખરેખર આવકારદાયક છે. તેમણે યુવા સંમેલનમાં ઝડપથી વિકાસ પામતાં વિશ્વની સાથે દેશના યુવાધનને કદમ મિલાવવા માટે કયા પ્રકારના શિક્ષણ, રોજગાર અને સ્કીલ ડેવલપમેન્ટની કેટલી જરૂરિયાત છે, તેની દષ્ટાંત પૂર્વક વાત કરી હતી. ..