હોટેલ સૌભાગ્યાની ટીમે ઝ20 ટ્રોફી જીતી, સીઈઓ દ્વારા ઈનામ અપાયો. સેલવાસ રમત ગમત વિભાગ દ્વારા 17 નવેમ્બરથી 27 નવેમ્બર સુધી ડીએનએચ ટી ટવેન્ટી ટ્રોફી મૈચનું કરાયું હતું. એમાં 8 ટીમોં ભાગ લીધો હતો. ફાઇનલ મેચ મંદિર ફળિયા અને હોટેલ સૌભાગ્યાની ટીમ વચ્ચે રમાયો હતો. પ્રથમ બેટિંગ કરતા મંદિર ફળિયાની ટીમે 150 રનનો ટાર્ગેટ આપ્યો હતો. હોટેલ સૌભાગ્યાને 2 ઓવરમાં 27 રનની જરૂર હતી. લંચ બ્રેક બાદ હોટેલ સૌભાગ્યાની ટીમે 150 રનનો પીછો કરીને 19.1 ઓવરમાં જીત મેળવી લીધી હતી.
હોટેલ સૌભાગ્યા ટીમના કમલેશ સાંબરને મેન ઓફ ધ મેચ જાહેર કરાયું. હોટેલ સૌભાગ્યના આશાસ્પદ ખેલાડી તાહિરે 1 ઓવરમાં 26 રન બનાવ્યા હતાં અને 19.1 ઓવરમાં ઝ20 ટ્રોફી જીતી લીધી હતી. હોટેલ સૌભાગ્યના આશાસ્પદ ખેલાડી તાહિરે 1 ઓવરમાં 26 રન ફટકાર્યા હતા. કલેશ સાંબરે 4 ઓવરમાં 12 રન આપ્યા અને 48 રન બનાવી રનઆઉટ થયો. મીત દેસાઈને મેન ઓફ ધ સિરીઝ અને સમગ્ર શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી જાહેર કરાયો. દેસાઈએ શ્રેણીમાં 12 વિકેટ અને 180 રન બનાવ્યા હતા. શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર તરીકે અલ્તાફની પસંદગી કરવામાં આવી હતી. અલ્તાફે આખી સિરીઝમાં 12 વિકેટ લીધી છે.જિલ્લા પંચાયતનાં સીઈઓ ડો. અપૂર્વ શર્માનાં હસ્તે બધા ઈનામો આપવામાં આવ્યો. ધીરૂભાઈ સોલંકી, મહિપાલ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.