કેન્દ્ર શાસિત વિસ્તારના વિદ્યાર્થીઓને 25 ટકા અનામતના ધોરણે અપાશે પ્રવેશ

ભારતના સ્વાર્ગી વિકાસના શિક્ષણનું અનન્ય મહત્વ છે ત્યારે કેન્દ્ર શાસીક વિસ્તારોમાં શિક્ષણ વ્યવસ્થાને સુદઢ બનાવવા ની કવાયતમાં સેલવાસમાં ગુજરાત નેશનલ લો યુનિ. કેમ્પસની સ્થાપના કરવામાં આવશે.

સેલવાસમા ગુજરાત નેશનલ લો યુનિવર્સીટી કેમ્પસની સ્થાપનાનુ સાક્ષી બનવા જઈ રહ્યુ છે.આઈઆઈટી વડોદરા અને એનઆઇએફટી પછી આ ત્રીજી પ્રીમિયમ સંસ્થા  કેમ્પસ સ્થાપવા જઈ રહી છે દાનહ અને દમણ દીવ કેન્દ્ર શાસિત એ પ્રદેશના મુખ્ય શિક્ષણ કેન્દ્ર તરીકે ઉભરી આવ્યુ છે જે તબીબી, ટેક્નિકલ, ફેશન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને કાનૂની શિક્ષણ ક્ષેત્રે વિશ્વ કક્ષાનુ શિક્ષણ પ્રદાન કરી રહી છે.

ગુજરાત નેશનલ લો યુનિવર્સીટી ગાંધીનગર એનએએસી દ્વારા એ ગ્રેડ સાથે માન્યતા,એક સંશોધન આધારિત અધ્યાપન યુનિવર્સીટી છે જે ગુજરાત નેશનલ લો યુનિવર્સીટી એક્ટ 2003હેઠળ સ્થાપિત કરવામા આવી છે.જેને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને યુનિવર્સીટી ગ્રાન્ટસ દ્વારા માન્યતા આપવામા આવી છે.કમીશન યુજીસી,સૌથી વધુ બિન નાણાકીય અને અન્ય શિક્ષણ, સંશોધન,ત ાલીમ અને વિસ્તરણ કાર્યક્રમો પ્રદાન કરે છે.કેમ્પસની સ્થાપના સેલવાસમા જુના સચિવાલય બીલ્ડીંગમા શરુ કરવામા આવશે.જીએનએલયુ વાર્ષિક 60વિદ્યાર્થીઓના ઇન્ટેક સાથે 5વર્ષનો સંકલિત બીએએલએલબી ઓનર્સ કોર્સ ચાલુ કરવામા આવશે.

સંઘ પ્રદેશના લોકો માટે વરદાન સ્વરૂપે 25ટકા બેઠકો કેન્દ્ર શાસિત ડોમિસાઇલ વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામા આવશે.પ્રવેશ નેશનલ લેવલની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ દ્વારા થશે.નોંધણીની છેલ્લી તારીખ 13નવેમ્બર છે.પરીક્ષાની તારીખ 18મી નવેમ્બર છે પાત્રતા કોઈ ઉચ્ચ વય મર્યાદા નથી બધા વિદ્યાર્થીઓ બાર પાસ અથવા તેથી વધુ અભ્યાસ કરેલ હોવો જોઈએ

સંઘપ્રદેશ માટે એ પણ ગર્વની વાત છે કે સેલવાસ દાનહમા જુના સચિવાલયની બીલ્ડીંગમા જીએનએલયુ કેમ્પસ ખોલવાથી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પારસ્પરિક સંસ્થાગત સહયોગની અસર પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.