નવા નાણાંકીય વષમાં રસ્તા, ગટર, લાઈટ પાણીની પુર્ણ સુવિધા માટે કરાયું પરામર્શ
સેલવાસના સામરવરણી ગામમાં પ્રાથમિક સુવિધા સુદ્દઢ બનાવવા નવા નાણાંકીય વર્ષના સઘન આયોજન માટે ગ્રામસભામાં વિસ્તૃત ચર્ચા પરામર્શ કરવામાં આવી હતી.સેલવાસ. સામરવરણીમાં નવા વિત્ત વર્ષમાં ગ્રામીણ વિકાસનાં આયોજન કરવા આજે ગ્રામસભા યોજાઈ.દરમિયાન ગ્રામીણો દ્વારા રોડ, ગટર, બિજલી, પાણી જેવા પાયાના સુવિધાઓ અંગે રજૂઆતો કરવામાં આવી. બૈંક, કૃષિ ખાતાનાં અધિકારીઓએ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી.
ડીપીઓ મિથુન રાણાવતએ ગ્રામસભામાં વધુ ધી વધુ ગ્રામીણોને ઉપસ્થિત રહેવા પર ભાર મુક્યો હતો. તેણે કહ્યું કે આ ગ્રામસભામાં ઘણાં બધા લોકહિતનાં કાર્યોને કાર્યસૂચિમાં લેવાયા છે. જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરી કામોને અંજામ દેવામાં આવશે. સરપંચ કૃતિકાબેન બરાત, ઉપ સરપંચ કાર્તિકભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય ભગુભાઈ પટેલ સહિત પંચાયત સભ્યો, મંત્રી અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.