સફળતાની સીડી, ધ્યાનનો જાદુ વગેરે વિષયો આવરી લેવાયા; ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા
સેલવાસની દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ખાતે આઈકયુએસીના સહયોગથી વિજ્ઞાન, સીએસ-આઈટી અને વાણિજય વિભાગના છાત્રો, શિક્ષકો માટે ‘પડકારો જ વિજેતા બનાવે છે’ વિષય પર એક દિવસીય વેબીનારનું આયોજન કરાયું હતુ વેબીનાર આયોજીત કરવાનું કારણ હાલ કોરોનાની કપરી પરિસ્થિતિ અને શૈક્ષણિક કામગીરીમાં વિલંબ થયો હોય તે માટેનું હતુ. આયોજનના વકતા પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક એનએલપી ટ્રેનર, લાઈફ કોચ લાવણ્યા પટેલ હતા.
જેઓએ કાર્યક્રમમાં મુખ્ય ચાર વિષયોને આવરી લીધા હતા. જેમાં સફળતાની સીડી, ધ્યાનનો જાદુ અને સકારાત્મક્પાલન પોષણ સહિતના વિષયો સામેલ કરાયા હતા. આ લાઈવ ઈવેન્ટમાં ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા ફતેહસિંહ ચૌહાણ (લાયન્સ કલબ ઓફ સેલવાસ શેરી. ટ્રસ્ટના અધ્યક્ષ), દેવદાસ શાહ (ટ્રસ્ટના સચિવ) અને કોલેજનો સંપૂર્ણ સ્ટાફ આવા કાર્યક્રમો કરવા પ્રોત્સાહિત હોય છે. પ્રાધાનાચાર્યએ તમામ છાત્રોને કોલેજમાંપ્રવેશ લેવા અપીલ કરી હતી. જે મુંબઈ વિશ્ર્વવિદ્યાલય સાથે સંલગ્ન છે.
વધુમાં એમ પણ જણાવ્યું હતુ કે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષા માટે સેલવાસની બહાર જવાની જરૂર નથી. કારણ કે આ કોલેજમાં જ તમામ પ્રકારના કોર્ષ કરાવવામાં આવે છે. વિદ્યાર્થી સેલવાસમાં રહી દેવકીબા કોલેજમાં પ્રવેશ મેળવી મુંબઈ યુનિવર્સિટીની ડિગ્રી મેળવી શકે છે તેમ અંતમાં જણાવ્યું હતુ.