ગ્રામસભાના જાગૃત નગરજનોએ જરુરી સુવિધા માટે તંત્ર વાહકોનું ઘ્યાન દોરી ગ્રામસભા બનાવી સાર્થક
પંચાયતી રાજમાં છેવડાના નાગરીકોની સ્વાયતા અને નાગરીક અધિકારોનું જતન મહત્વનું મનાય છે. સેલવાસના દયાડા ગામે ગ્રામ સભામાં ગામ લોકો અને પદાધિકારીઓએ વર્ષ 2023-24 ના વિકાસ આયોજન અંગે મનોમંથન પરામર્શ કર્યુ હતું.
સેલવાસ. દપાડા ગ્રામ પંચાયત પદાધિકારી દપાડાને સમસ્યામુક્ત બનાવાની પોતાની પ્રાથમિકતા ગણાવી છે. 22 નવેમ્બરે દપાડા ગ્રામ પંચાયત કાર્યાલયનાં પ્રાંગણમાં ’ ગ્રામ પંચાયત વિકાસ યોજના 2023-24’ ( જીપીડીપી) માં લેવા જોગ કામોનાં મુદ્દે યોજાએલ ગ્રામ સભામાં ગ્રામીણોની ઉત્સાહજનક ઉપસ્થિતિ રહી. સરપંચ છગનભાઈ માહલા, ઉપ-સરપંચ નીતાબેન ચિમડા, જિલ્લા પંચાયત સભ્ય રમેશભાઈ માહલા અને પંચાયત સભ્યો સહિત પંચાયત નેતૃત્વએ વર્ષ 2023-24 માં રોડ, ગટર, બિજલી, પાણી, સ્વચ્છતા જેવી પાયાના સુવિધાઓનું ન્યાયસંગત વિકેન્દ્રીકરણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી. ગ્રામ સભા દરમિયાન ગ્રામીણોથી ગ્રામ્ય વિકાસથી લગતાં જરૂરતોને જણાવવા કહેવામાં આવ્યું.
ગ્રામજનોએ ગામની સમસ્યાઓ અને વિકાસ વિશે જણાવ્યું હતું. ગ્રામીણોને કહેવામાં આવ્યો કે વિત્ત વર્ષ 2023-24 માં લેવા જોગ ગ્રામ વિકાસનાં કામોને ગ્રામસભામાં શિક્ષણ, સ્વાસ્થ્ય, બાળ વિકાસ અને મહિલા વિકાસ, યુવા વિકાસ, રોજગાર, બૈંક, પશુપાલન સહિત સરકારી યોજનાઓ વિશે ગ્રામીણોને ઉપયોગી જાણકારી આપવામાં આવી. ’ સબકી યોજના, સબકા વિકાસ ઔર સબકા સાથ’ સૂત્રને અનુલક્ષી તમામ લોકહિતનાં સ્કીમોનું લાભ જરૂરતમંદોને આપાવવા પંચાયત નેતૃત્વએ વચનબદ્ધતા દર્શાવ્યો. ’ ગ્રામ પંચાયત વિકાસ યોજના 2023-24’ માં લેવાયો કામોનું ગ્રામસભામાં વાંચન કરી અને ગ્રામસભામાં સૈદ્ધાંતિક સ્વીકૃતિ કરાઈ. જિલ્લા પંચાયતના વિકાસ આયોજન અઘિકારી મિથુન રાણા, પંચાચત સેક્રેટરી હિતેશભાઈ સહિત લાઇન ડિપાર્ટમેન્ટનાં અધિકારીઓ, પંચાયત સ્ટાફ અને ગ્રામજનોની હાજિરી આજની ગ્રામસભામાં રહી હતી. પંચાયતીરાજનાં જ્વાઇંટ સેક્રેટરીનાં દિશા-નિર્દેશન અને પ્રશાસકશ્રીનાં માર્ગદર્શન તથા સીઈઓનાં નિગરાનીમાં જીપીડીપી અંગેની આજની ગ્રામસભા સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.