કોરોના વાયરસની મહામારી વચ્ચે  લોકડાઉનની પરિસ્થિતીમાં સમગ્ર વિશ્ર્વ અને ભારત તમામ રાજ્યોને જીવન જરૂ રી સામગ્રી અને સહાયતા પ્રદાન કરી રહ્યુ છે. ત્યારે દાદરાનગર હવેલી અને દમણ-દીવ પ્રશાસને પણ કોરોના વાયરસ સામે કમર કસી છે.

દાદરાનગર હવેલી પ્રશાસનના આદેશ અનુસાર અને જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ મુખ્ય કાર્યકારી અધિકારી એચ એમ ચાવડાના સહયોગથી દાદરાનગર હવેલી ભારત સ્કાઉટ અને ગાઇડ્સ નિરંતર લોકડાઉનમાં આ વિષમ પરિસ્થિતીમાં કોરોના વાયરસ યોધ્ધાના રૂ પમાં કાર્યરત રહી સેવા પ્રદાન કરી રહ્યાં છે. જેમાં ૨૫ સભ્યોની ટીમ જય હિન્દ ઓપેન ગ્રુપ ટીમમાં અજય હરિજન અને ઋષિ તન્ના મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે. આ સરાહનીય કાર્યમાં તમામ ભારત  સ્કાઉટ્સ અથાલ સ્થિત તમામ છાત્ર-છાત્રાઓને ઘર-ઘર જઇ મધ્યાહન ભોજનની સુવિધા ઉ૫લબ્ધ કરાવી રહ્યું છે. સેવાકાર્યમાં જોડાયેલા તમામ લોકો સવારે ૧૦થી સાંજના ૫ સુધી સોશ્યલ ડિસ્ટન્સ જાળવી, માસ્ક પહેરી, સેનેટાઇઝર વાપરી ઉમદા કાર્ય કરી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.