પંચાયત ઘર પ્રવેશ દ્વાર ખેતી તલાવડી રીવર ફ્રન્ટ સહિતના વિકાસ કાર્યોમાં કોઈ ભ્રષ્ટાચાર ન થાય તે માટે જવાબદારોને પ્રશાસકની તાકીદ
દાદરા નગર હવેલી દમણ અને દીવ ના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દ્વારા સંઘ પ્રદેશના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી.
પ્રવાસના અંતિમ દિવસે દપાળા સાતમાડિયા ખાનવેલ કોચા અંબોલી દૂધની ખેરડી સુરંગી સહિત ના વિસ્તારોમાં નવનિર્મિત પંચાયત ઘર ,રસ્તા, પ્રવેશદ્વાર સહિત ના વિકાસ કાર્યો ચેકડેમ અને છાત્રાલય નું નિરીક્ષણ કરીને સંબંધીત અધિકારીઓ સાથે ચર્ચા કરી ગુણવત્તા પૂર્વક કામ માટે ખાસ તાકીદ કરી હતી.
કેન્દ્રશાસિત પ્રદેશ ના પ્રશાસક પ્રફુલ પટેલે ત્રણ દિવસ ના પ્રવાસ દરમિયાન 100 થી વધુ સાઈટોનું નિરીક્ષણ કર્યું હતું. પ્રસાસકે ત્રીજા અંતિમ દિવસે વૃક્ષારોપણ કર્યા બાદ દૂધની રૂદાના સીધોળી ખેરડી સુરંગી મદોની અને અમોલીમાં પંચાયત ઘરનું નિરીક્ષણ કર્યું હતું આ ઉપરાંત સાતમાલિયા અને ખોડપ્પામા પ્રવેશદ્વાર આયુષ હોસ્પિટલ રીવર ફ્રન્ટ ચાર રસ્તા ,એસડીએસ ખાનવેલ દૂધની રોડ, પીએમઆરએસ સેલ્ફી કોચમાર્ક દૂધની રિસોર્ટ સાઈટ ખેરપા ખાનવેલ રોડ તલાવડી પર્યટન સ્થળ ત્રિવેદી અમૃત સરોવર લુદાણા માર્ગ પાળ ચેકડેમ સહિતના નિર્માણ કાર્યોનું સ્થળ નિરીક્ષણ કરી બાંધકામમાં કોઈ પણ પ્રકારની કચાશ અને ગેરથી ન થાય તે માટે સંબંધિત અધિકારીઓને સચેત રહેવા તાકાત કરી હતી.