40 તપસ્વીઓના 40 દિવસનો પારણા ઉત્સવ
સેલવાસમાં ચાર રસ્તા સ્થિત આદિનાથ પાર્શ્વનાથ જૈન મંદિરમાં જૈન મંદિરમાં 40 તપસ્વીઓના સિદ્ધિ તપના 40 દિવસનો પારણા ઉત્સવ યોજાયો.આ પ્રસંગે સવારે જૈન મંદિરેથી વરઘોડા શોભાયાત્રામાં જૈન સાધ્વીઓ અને તપસ્વીઓ ઉપસ્થિત રહ્યા હતા. વરઘોડા શોભાયાત્રા નાકોડા ખાતે જૈન મંદિરે પહોંચ્યા બાદ સમાપન થયું હતું.
ભગવાન આદિનાથ જૈન મંદિરમાં તપસ્વીઓ માટે વિધિ-વિધાન મુજબ પૂજા અર્ચના કરવામાં આવી હતી. તપસ્વીઓએ પારણા કર્યા. ચાતુર્માસ નિમિત્તે આ સિદ્ધિ તપસ્યામાં બારથી સિત્તેર વર્ષની વયના તપસ્વીઓએ સવારે નવ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી માત્ર પાણી પીને આખા ચાલીસ દિવસ સુધી આકરા ઉપવાસ કર્યા હતા. આ પારણા કાર્યક્રમમાં જૈન સમાજના પ્રણેતા યોગેશભાઈ સહિત જૈન મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.