દાદરાનગર હવેલી ખેલ અને યુવા વિભાગ દ્વારા તાજેતરમાં ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ઓપન યોગ કોમ્પીટીશન યોજાઈ હતી. જેમાં અન્ડર–૧૦–૧૪–૧૯ માટે ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ૮૦ છોકરીઓ અને ૮૮ છોકરાઓએ ભાગ લીધો હતો. આ તકે જજની જવાબદારી અશ્ર્લેસાબેન, અમોલેશ ઘોષ તથા બી.એસ.જીરવલે સંભાળી હતી.
સ્પર્ધાની દરેક કેગેટરીમાં ફર્સ્ટ, સેક્ધડ અને થર્ડ વિજેતાઓ જાહેર કરાયા હતા. સ્પર્ધાના સમાપનમાં પુરસ્કાર એનાયત કરાયા હતા. આ તકે ખેલ અને યુવા વિભાગના ઉપસચિવ અને ઉપ નિર્દેશક રાકેશકુમાર ઉપસ્થિત રહ્યાં હતા. જેઓએ પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમે વિજેતાઓનું સન્માન કર્યું હતું.