સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત ઉતાર ચઢાવ: રોકાણકારોના મન ઉચાટ

અબતક, રાજકોટ

રશિયા અને યુક્રેન વચ્ચે ઘેરાય રહેલા યુધ્ધના વાદળોના કારણે ભારતીય શેરબજારમાં ગઇકાલે સપ્તાહના પ્રથમ દિવસે વર્ષ-2022નો સૌથી મોટો કડાકો બોલી ગયો હતો. આજે સવારે મુંબઇ શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે મૂલ્યા બાદ ઉંચા મથાળે વેચવાલીનું દબાણ વધતા બજારમાં સુધારો ધોવાઇ ગયો હતો. મંદીવાળાઓ માલ ફેંકી રહ્યા છે જેના કારણે બજાર થોડુ ઉંચકાય કે તરત જ નીચે પટકાય જાય છે. રોકાણકારો પણ મુંજવણ અનુભવી રહ્યા છે. આજે સવારે સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં ખૂલ્યુ હતું. સેન્સેક્સમાં 550થી વધુ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો ત્યારબાદ વેચવાલીનું દબાણ વધતા સુધારો ધોવાઇ ગયો હતો. બજારમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ આજે ઇન્ટ્રાડેમાં 56955 પોઇન્ટના લેવલે પહોંચી ગયા હતા. 56438.47 પોઇન્ટ સુધી નીચો આવી ગયો હતો. નિફ્ટીમાં પણ ભારે વોલેટાલીટી જોવા મળી હતી. નિફ્ટીએ આજે 19998.95ની સપાટી હાંસલ કર્યા બાદ સુધારો ધોવાતા 16839.25 સુધી પટકાય હતી. બેન્ક નિફ્ટી અને નિફ્ટી મીડકેપ ઇન્ડેક્સ પટકાયા હતા. બૂલીયન બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સોના અને ચાંદીના ભાવમાં આજે પણ ઉછાળો રહ્યો હતો.

આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેક્સ 190 પોઇન્ટના ઉછાળા સાથે 56596 પોઇન્ટ પર જ્યારે નિફ્ટી 43 પોઇન્ટના ઉછાળા સાથે 16885 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.