રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
તા.૨૭.૦૫.૨૦૨૦ ના રોજ સવારે ૧૦ કલાકે….
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સેન્સેક્સ આગલા બંધ ૩૦૬૦૯.૩૦ સામે ૩૦૭૯૩.૧૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૦૫૨૫.૬૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૯૯.૫૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮.૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૩૦૬૦૧.૧૦ પોઈન્ટ સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૯૦૩૪.૦૦ સામે ૯૦૭૮.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૯૮૮.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૯૦.૯૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮ પોઈન્ટના ઘટાડા સાથે ૯૦૧૫.૯૦ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!
MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જૂન ગોલ્ડ રૂ.૪૭૦૪૯ ના મથાળેથી ખુલીને રૂ.૪૭૧૫૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૬૬૧૨ ના નીચા મથાળે નોંધાવી ૨૭૮ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૪૬૬૯૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુલાઈ સિલ્વર રૂ.૪૭૬૬૭ ના મથાળેથી ખુલીને રૂ.૪૭૮૪૭ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૭૪૭૫ ના નીચા મથાળે નોંધાવી ૨૨૩ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૪૭૫૯૮ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…
સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી પરંતુ દરેક ઉછાળે વેચવાલી જોવા મળી હતી. કોરોના મહામારીની પરિસ્થિતિમાંથી વિશ્વ બહાર આવવા મથી રહ્યું છે અને ઘણાં દેશો દ્વારા લોકડાઉનમાં ઢીલ આપીને અર્થતંત્રને ફરી વિકાસના રાહે લાવવા પ્રયાસ શરૂ કરી દેવાયા છે, એવા સમયે ભારતમાં કોરોનાના પોઝિટીવ કેસોમાં સતત થઈ રહેલા વધારા અને હવે ભારત અને ચાઈના વચ્ચે લદ્દાખ ખાતે સરહદ પર વધી રહેલી તંગદિલી તેમજ અમેરિકા-ચાઈના વચ્ચે વધતાં જીઓપોલિટીકલ ટેન્શનને લઈને વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેરબજારમાં આજે ઉછાળે ઓફલોડિંગ થયું હતું. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૯% ઘટીને ટ્રેડ કરી રહ્યા હતા. બીએસઈ સેક્ટરલ ઈન્ડાયસીસમાં આજે ખાસ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડો દ્વારા આક્રમક લેવાલી જોવા મળી હતી. વૈશ્વિક બજારની વાત કરીએ તો ગઇકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૨% વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે જઙ ૫૦૦ માર્ચ પછી પ્રથમ વખત ઉછળીને ૩૦૦૦ની સપાટીને પાર કરી ગયો હતો. એશિયન શેરબજારોમાં પણ મજબૂતી જોવા મળી હતી.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૬૮૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૮૧૩ અને વધનારની સંખ્યા ૭૬૬ રહી હતી. ૧૦૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૯૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, કોરોના મહામારીને કારણે ભારતીય શેરબજારમાં ઉદ્ભવેલ અસ્થિરતાભર્યા વાતાવરણ વચ્ચે પણ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ) દ્વારા સાવચેતીનું વલણ અપનાવવામાં આવ્યું છે. જો કે આમ છતાં બજારમાં નીચા ભાવે સારા શેરો ઉપલબ્ધ હોવાના કારણે મે મહિનામાં અત્યાર સુધીમાં અંદાજીત રૂપિયા ૧૦ હજાર કરોડથી વધુની નવી લેવાલી જોવા મળી હતી. વિદેશી રોકાણકારો દ્વારા ગત માર્ચની તુલનાએ એપ્રિલ માસમાં તેમની વેચવાલીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. આમ બે માસના બ્રેક બાદ ફોરેન ફંડો ફરી એકવાર ભારતીય શેરબજાર તરફ વળ્યા હતા. ચાલુ મે માસ દરમિયાન તેમના રોકાણ પાછળનું મુખ્ય કારણ એ છે કે કોરોના વાઇરસને તુલનાત્મક રીતે અંકુશમાં રાખવામાં ભારતને થોડી સફળતા મળતા ભારતીય શેરબજાર અંગે વિશ્વાસમાં વધારો થયો છે. આ ઉપરાંત કોરોના મહામારી બાદ અર્થતંત્રને બેઠું કરવા માટે સરકાર અને રિઝર્વ બેન્ક દ્વારા વિવિધ પગલાંની જાહેરાત કરાઇ છે અને તેની આ રોકાણકારો પર સાનુકૂળ અસર થવા પામી છે. સ્થાનિક સ્તરે આવતીકાલે ગુરુવારે ફ્યુચર એન્ડ ઓપ્સન્સમાં મે માસની એક્સપાયરી હોવાથી ફોરેન ફંડોના રોકાણ તેમજ ક્રુડ ઓઈલના વધતાં ભાવ, રૂપિયા-અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ તેમજ આજે ૨૭,મે ૨૦૨૦ના રોજ ચાઈનાના એપ્રિલ ૨૦૨૦ મહિના માટેના ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિના જાહેર થનારા આંકડા પર વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.
ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ
ડિવિઝ લેબ ( ૨૨૮૮ ) :- રૂ.૨૨૭૦ નો પ્રથમ તેમજ રૂ.૨૨૫૭ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૨૩૦૮ થી રૂ.૨૩૨૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
ઈન્ડીગો ( ૯૨૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૧૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૯૦૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૯૫૩ થી રૂ.૯૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
લુપિન લિ. ( ૮૮૮ ) :- ફાર્મા સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૦૩ થી રૂ.૯૧૯ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૮૭૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
અદાણી પોર્ટ ( ૩૧૪ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૦૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક મરીન પોર્ટ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૨૦ થી રૂ.૩૨૬ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો ૂૂૂ.ક્ષશસવશહબવફિિંં.શક્ષ ને આધીન…!!