દારૂ જૂગારનું દુષણ પોશ વિસ્તારમાં પ્રવેશ્યું
ઓખા મંડળમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજીક તત્વો અને દારૂ જુગારી બુટલેગરોએ કાયદો અને વ્યવસ્થાની ખૂલ્લે આમ ધજીયા ઉડાડતી જોવા મળે છે. માછીમારી ડાલ્ડા બંદર દ્વારકા રૂપેણ બંદર પર દેશી દારૂના હાટડા અને વલી મટકાના જુગારો તો સામાન્ય બન્યા છે. ત્યાં હમણા આ દુષણે ગામના સીમાડા વટાવી બજારો અને ઓખાના મેઈન વિસ્તારોમાં પણ બે રોકટોક પ્રવેશ કરી ચૂકયા છે. અહી ઓખા ગામમાં આ દુષણે એટલી માઝા મૂકી છે. કે અત્યારે ગામનાં કેટલા વિસ્તારોમાં મહિલા બુટલેગરો દારૂનો છડે ચોક વેપાર કરતી નજરે જોવા મળે છે. અને છડે ચોકદેશીદારૂની કોથલી ઓ વેચાતી જોવા મળે છે. અસામાજીક તત્વો અને બુટલેગરો ને પોલીસનો કોઈ ભય રહ્યો નથી અત્યારે ગામના મેઈન વિસ્તારોમાં ઉકરડે ગાયો અને ઢોરો ઈગ્લીશ દારૂની બોટલનો સ્વાદ ચાખતી નજરે જોવા મળે છે. આ કરૂણ દ્રષ્ટ કાયદો અને વ્યવસ્થાની કરૂણતા દર્શાવે છે. વિકાસ અને પરિવર્તનની મોટી મોટી વાતો કરતા સુરક્ષા સેતુના નાટકો કરતા અધિકારી જાગે તેવી લોક માંગ ઉઠી છે. મહિલા બુટલેગરો સાથે આજે ગાયો અને પશુ ઓ પણ દારૂના રવાડે ચડયા છે.