પ્રાપ્ત વિગત મુજબ સાવરકુંડલા ના નેસડી રોડ પાસે કાનાણીનગર માં આવેલ શ્રી દેવશ્રી દિવ્યઆનંદ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત *માં બાપ નું ઘર* આશ્રમ માં નિરાધારો ની અનેરી સેવા થય રહી છે. આ આશ્રમ માં વૃધ્ધો,બાળકો અને મનોરોગી ભાઈઓ અને બહેનો ને નિભાવવા મા આવે છે. છેલ્લા પાંચ વર્ષ થી સતત કાર્યરત છે. આ ખર્ચ ને પહોંચી વળવા વર્લ્ડ હુમન ડેવલપમેન્ટ ફેમીલી સેન્ટર, હેપ્પી હીલીંગ ફેમીલી ગૃપ તેમજ ઓસોમ હીલીંગ ફેમીલી ગૃપ દ્વારા સંપૂર્ણ ખર્ચ ભોગવે છે. હાલ માં આશ્રમ કુલ ૧૪ નિરાધારો આશ્રય લય રહ્યા છે.થોડા સમય પહેલા રાજુલા પોલીસ દ્વારા મનોરોગી ગર્ભવતી મહિલા ને માનવ મંદિર ખાતે મુકી ગયેલ. તે મનોરોગી મહિલા એ દિકરી ને જન્મ આપતાં માનવ મંદિર માં તેનો ઉછેર શક્ય ન હોય સંતશ્રી ભક્તિરામ બાપુ એ બન્ને માં દિકરી ને *માં બાપ નું ઘર* આશ્રમ માં રાખવા આજ્ઞા કરેલ હાલ માં તેનો નિભાવ આશ્રમ માં થય રહ્યો છે. આ આશ્રમ મનીષા દીદી ની નિશ્રામાં પ્રભાબેન દિવેચા ચલાવી રહ્યા છે.આ આશ્રમ માં કોઈ વૃધ્ધો કે નિરાધારો ને આશ્રય લેવો હોય કે પછી આ આશ્રમ માં સહકાર આપવો હોય તો સંસ્થા ના સ્થાપક મનીષા દીદી જેનો મો. નં. ૯૬૨૪૨ ૫૧૨૯૪ નો સંપર્ક કરવો.
Trending
- નોર્થઈસ્ટ ફ્રન્ટિયર રેલ્વેમાં 10મી-ITI પાસની ભરતી
- Coca Colaની PET બોટલ રિલાયન્સની કેમ્પા કોલાને આપશે ટક્કર…!
- ગાડી પ્રત્યે ગજબ પ્રેમ! અમરેલીમાં ખેડૂતે કારને આપી સમાધિ
- આવું તે કઈ હોતું હશે…આ દેશમાં જાડા લોકોને થાય છે સજા!
- માત્ર કેન્સર જ નહીં પણ આ સ્વાસ્થ્ય સમસ્યાઓને શોધવા માટે રેડિયોગ્રાફી જરૂરી
- સુરત: જીમ અને સ્પામાં આગ લાગવાના મામલે ઝોન 4 DCP વિજયસિંહ ગુર્જરનું નિવેદન
- Gujarat : 57 નગરપાલિકાએ નથી ભર્યા વીજબિલ
- સુરતમાં બેઝમેન્ટના હોલમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતા એક પછી એક મહિલાઓ પડવા લાગી