મોબાઇલથી સેલ્ફીનો ક્રેઝ એટલો વધી ગયો છે કે લોકો કયાં સ્થળે ઉભા છે તે પણ ભૂલી જાય છે.આથી કયારેક જીવ ખોવાનો પણ વારો આવે છે.જો કે અમેરિકાના લોસ એન્જલસમાં એક મહિલાના સેલ્ફી લેવાનો શોખ દોઢ કરોડ રુપિયામાં પડયો હોવાનું બહાર આવ્યું છે.લોસ એન્જલસમાં ૧૪ મું ફેકટ્રી આર્ટ એકિઝબિશન ચાલતું હતું.એક પીલર તૈયાર કરીેને દરેક પર સુંદર ક્રાઉન મુકી કરોડોની કિંમતની કલાકૃતિઓ અને પેઇન્ટિંગ રાખવામાં આવ્યા હતા.આ એકઝિબિશનમાં ચીન, યુએસએ, હોંગકોંગ અને કેનેડાના આર્ટિસ્ટોએ ભાગ લીધો હતો.
આ એકઝિબિશનમાં એક મહિલા કોઇ જુદા જ પ્રકારની સેલ્ફી લેવા માટે સોના.ચાંદી,બ્રાસ અને ફાઇબરથી બનેલા આ પેઇન્ટિંગ પાસે ઉભી રહી હતી.મલ્ટિ મીડિયા આર્ટિસ્ટ સિમોન બીર્ચેે તૈયાર કરેલી આ કૃતિને અજાણતા ધક્કો વાગી જતા તૂટી ગઇ હતી.તેની મૂળ કિંમત ૨ લાખ ડોલરની બેનમૂન કૃતિ ફરી બનાવી શકાય તેવી હોવાથી એક સેલ્ફીની ઘેલછાથી કલાકારને લાખો રુપિયાનું નુકસાન થયું હતું.આ ઘટના બનવાથી આયોજકો ખૂબજ નિરાશ થયા હતા. કારણ કે આ કલાકૃતિ તૈયાર કરવામાં ખૂબજ મહેનત થઇ હતી.આથી સેલ્ફી લેવાનો પ્રયાસ કરનાર મહિલા આવીને માફી માંગે તો પણ નુકસાન ભરપાઇ થઇ શકે તેવું નથી.ખૂદ આર્ટિસ્ટ બ્રિર્ચે આ વીડીયો ઓનલાઇન મૂકયો છે.