કોરોનાના કપરા સમયમાં જે વિદ્યાર્થીઓએ પોતાના મા-બાપ ગુમાવ્યા છે તેવા અનાથ બાળકોની વ્હારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ મહદે આવ્યું છે. રાજકોટ જીલ્લાના આવા બાળકોને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના માર્ગદર્શન હેઠળ સેલ્ફ ફાયનાન્સ સ્કુલો નિ:શુલ્ક એજયુકેશન પુરૂ પાડશે અને સમાજ પ્રત્યેનું ઉતરાદાત્યિ નિભાવશે.

કોવિડ ‘અનાથ’ બાળકો પાસેથી એક પણ રૂપિયાની ફી નહિ વસુલે સેલ્ફ ફાયનાન્સ સ્કૂલો: ડી.વી. મહેતા

દરેક વ્યકિતએ સહકાર, સદભાવનાના સિઘ્ધાંતને સ્વીકારવું જોઇએ પછી તે કોઇપણ ક્ષેત્રનો હોય આપણે આપણી એકતા જાળવી રાખીશું તો આ કપરી પરિસ્થિતિનો આપણે સામનો કરીશું

પ્રશ્ર્ન: સેલ્ફ ફાનાન્સ મેનેજમેન્ટે નકકી કર્યું છે કે જે બાળકો અનાથ થયા, કે માતા-પિતા ગુમાવ્યા છે તેને નિ:શુલ્ક એજયુકેશન આપશે તો એ આખી યોજના શું છે?

જવાબ: શિક્ષણ એ સમાજનો આત્મા છે, ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કોવિડ-19ના કારણે જે પણ વિદ્યાર્થીઓએ માતા-પિતા ગુમાવ્યા છે તેવા બાળકોને વર્ષ 2021-22 માટે નિ:શુલ્ક શિક્ષણ આપવામાં આવશે. અગાઉ એસોસિયેશને નિર્ણય કરેલો કે જો આવા બાળકો માટે અન્ય શાળા આ અભિગમ અપનાવતી હોયતો સેલ્ફ ફાયનાન્સ મેનેજમેન્ટ શું કામ નહિ? આજે 800થી વધુ રાજકોટ જિલ્લાના

આવા વિદ્યાર્થીઓ સ્વનિર્ભર શાળામાં ભણશે.

પ્રશ્ર્ન: આ યોજના રાજકોટ જિલ્લા માટે છે તો ગ્રામ્યના કોઈ વિદ્યાર્થીને શહેરમાં આવવું હોય તો આવી શકશે?

જવાબ: કોઈપણ વિદ્યાર્થી ખરેખર તેના ગામમાં ભણી શકે તેમ નહિ તે વિદ્યાર્થી શહેરમાં શિક્ષણ લઈ શકશે. કોઈ સ્કુલ અમારા મંડળમાં નથી તેના માટે પણ અમે 10 સ્કુલો એવી રાખી છે જે સ્કુલો પોતાનો સ્કુલનો બાળક નહિ હોય તો પણ તેને ફ્રી ભણાવશે. અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ગુપે એક ગુગલ ફોર્મ ડેવલપ કર્યું છે એસો.ના તમામ સભ્યોએ આ યોજનાને વધાવી છે આવકારી છે. અમે જે-તે સ્કુલને પત્ર લખી પણ માંગ કરી છે કે આ વિદ્યાર્થીના મા-બાપ નથી તો તેને શિક્ષણ આપવું જેથી અમારા 109 વિદ્યાર્થીઓ કોઈ જાતની મુશ્કેલી વગર શિક્ષણ મેળવી શકશે.

પ્રશ્ર્ન: રાજય સરકારે પણ આવી યોજના જાહેર કરી છે તો લોકો એવું માનવા લાગ્યા છે કે આ માટેના પૈસા સરકાર સેલ્ફ ફાયનાન્સને આપ્યા છે અને સેલ્ફ ફાયનાન્સ સ્કુલો કમાણી કરી લેશે તે અંગે શુ કહેશો?

જવાબ: સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સમાજનું એક અંગ છે ત્યારે ગુજરાત સરકારે આ માટે 25%ની જાહેરાત કરી ત્યારે અમે સામે ચાલીને આ વાત આવકારી છે અને જે વાલીઓ આર્થિક સંકળામણમાં છે તેઓને શાળાઓએ મદદ કરી છે. એટલે સ્પષ્ટ વાત છે કે સરકારના તમામ હિસ્સો માત્રને માત્ર વિદ્યાર્થીઓને જ મળવાનો છે. એટલે આ પ્રકારનાં શિક્ષણમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો કોઈ સ્વાર્થ નથી સરકારની સંવેદનશીલતાને અમે આવકારીએ છીએ અને અમારી ફરજના ભાગરૂપે આ કાર્ય કરી રહ્યા છે.

પ્રશ્ર્ન: કેવી રીતે તમે બાળકોને શાળા સુધી પહોચાડશો?

જવાબ: કોરોનાના પ્રથમ વેવથી જ એક ગ્રુપ બનેલું અને સમાજ ક્ષેત્રના તમામ લોકોને એમાં જોડેલા, ત્યારે બીજી વેવમા આ ગ્રુપ ખુબ સહયોગથી બનેલું. ઓકિસજન સિલિન્ડર, ઈન્જેકશન વગેરે દર્દીઓ સુધી પહોચાડવા મદદ કરેલી રેપિડ ટેસ્ટ, બેડ વગેરેની વ્યવસ્થા પણ અમોએ કરેલી ત્રણ ઝોનમાં અમારી ટીમ કામ કરી રહી છે. આ ઉપરાંત જે લોકોનાં મુખ્ય કમાનારા ગુજરી ગયા તે માટે અમે ગુગલ ફોર્મ વિવિધ સંસ્થાઓ મારફત વાયરલ કરેલું અને 70 જેટલી અરજીઓ આવી જેની ચકાસણી કરી અમો અમુક લોકોના ઘરે રૂબરૂ ગયા તો ઘણુ બધુ જાણવા મળ્યું. જેમાં કોઈને શિક્ષણની જરૂર હતી, કોઈને રાશનની તો કોઈને રોજગારીની જરૂરીયાત હતી. મોટાભાગે બહેનોને અમે ઘર બેઠા કમાતા કર્યા ગુગલ ફોર્મ આવેલી અરજીઓમાંથી પ્રથમ 109ની તપાસ કરાઈ તો મોટાભાગે શિક્ષણનો મુખ્ય મુદો હતો. એટલે એની ચર્ચા કરી અને ડી.વી. મહેતાને આ અંગે ફોન કરી વાકેફ કર્યા તો તુરંત જ ડીવી મહેતાએ પોતાના મંડળમાં વાત કરી અને સહયોગ આપ્યો ત્યારબાદ ડીવી મહેતાએ આવા બાળકો માટે ખાત્રી આપી કે આવા વિદ્યાર્થીઓને ભણાવવાની સંપૂર્ણ જવાબદારી અમે લેશું અને સમાજનો સૌથી મોટો પ્રશ્ર્ન હલ કર્યો

પ્રશ્ર્ન: સેલ્ફ ફાયનાન્સ સ્કુલનું નામ આવે એટલે એક નાનો વર્ગ એવું માને કે ત્યાં પુરતી સુવિધા અને મોટો વર્ગ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ માટે આડુ-અવળુ ઘણુ બધુ બોલે તો આ બે પ્રકારની વિચારધારાને તમે કઈ રીતે જુઓ છો?

જવાબ: અમે સ્પષ્ટ માનીએ છીએ કે સૌરાષ્ટ્રના મોટાભાગના શાળા સંચાલકો સમાજ માટે મદદરૂપ બને છે. કોઈપણ રાષ્ટ્રને સુરક્ષીત રાખવો હોય તો યોગ્ય શિક્ષણ ખૂબ જ અગત્યનુ છે. જે લોકો સંચાલકો સામે આડી-અવળી વાતા કરે છે તે યોગ્ય નથી કારણ કે અત્યારનો સમય સહાનુભૂતિ દર્શાવવાનો છે. સહયોગ કરવાનો છે. નહિ કે ખોટી ગેરસમજણ ઉભી કરવાનો અમારો 21 વર્ષનો અનુભવ કહે છે કે મોટાભાગના વાલીઓ યોગ્ય વિચારધારા ધરાવે છે શિક્ષણ માટે એવા માધ્યમો સામે આવવા જોઈએ કે શિક્ષકોને સાચી ટ્રેનીંગ કેમ આપી શકાય? શિક્ષકો વિદ્યાર્થીઓને સારામાસારી રીતે ઓનલાઈન શિક્ષણ કેમ આપી શકે? વિદ્યાર્થીઓને પોતાની કારકીર્દી બનાવવામાં શું અડચણ છે? આવા વિષયો જો હોયતો સમાજને પણ આમા ખુબ રસ છે.

પ્રશ્ર્ન: સંચાલકો ફ્રી સ્ટ્રકચર કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને ગોઠવતા હોય છે?

જવાબ: શિક્ષણ એ સર્વિસ સેન્ટર છે. શિક્ષણ આપણને નરી આંખે દેખાતુ નથી ત્યારે શિક્ષણની સેવાઓને આપણે જોવી જોઈએ. આજે જુદા જુદા પ્રકારની સ્કુલો કે જેમનું ઈન્ફ્રાસ્ટકચર, ભણાવવાની પધ્ધતિ, અન્ય સુવિધાઓ, આ બધુ ધ્યાને લઈ એક શાળા ફ્રી સ્ટ્રકચરને નકકી કરતી હોય છે. હવે તમામ ફી ધોરણ માટે ફી રેગ્યુલીટી કમિટિ કામ કરે છે. સરકારની પણ શિક્ષણ વ્યવસ્થા ખૂબ સરસ છે. સરકાર જે ખર્ચો કરે છે તે ખૂબજ છે. સ્કુલ પોતાની ફેસેલીટી પ્રમાણે ફક્ષ લે તે યોગ્ય છે.

પ્રશ્ર્ન: કોવિડ-19માં જે શિક્ષણની સમસ્યા ઉભી થઈ છે તો કોરોના કપરો કાળ તમારા માટે કેવો વિત્યો?

જવાબ: આ સમય દરમ્યાન એટલા પડકારો સામે આવ્યા છે જે વિચારી પણ શકાય તેમ નથી સવા વર્ષ પહેલા વિચાર્યું પણ નહોતું અને સદીઓમાં પણ ફેરફાર થયો ન હોય તેવો ઓનલાઈન અભ્યાસ કરાવવાનો સમય આવ્યો જે ખુબ મોટો પડકાર કહી શકાય. આજે અમે શિક્ષકોને ટ્રેનીંગ આપીએ છીએ કે કઈ રીતે વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવું સાથે સાથે આજે વિદ્યાર્થીઓ યોગ, ક્રિકેટ વગેરે પણ શીખી રહ્યા છે ઓનલાઈન ભણતરમાં અમારા શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓએ પણ ખુબ સહયોગ આપ્યો છે. મને કહેતા આનંદ થાય છે સૌરાષ્ટ્રની જે સમાજ વ્યવસ્થા છે તેના કારણે આ પડકારનો પણ આપણે સૌ સામનો કરી શકયા.

પ્રશ્ર્ન: અગાઉ જે યોજના આપણે જાણી તેમાં આગળનું શું આયોજન છે?

જવાબ: બાળ જિલ્લા વિકાસ અધિકારી આ યોજના માટે કો-ઓર્ડિનેશન કરશે. આ યોજનામાં કોર્પોરેશનના-કલેકટર કચેરીના અધિકારીઓનો ખુબ સારો સહકાર છે. આ ઉપરાંત અનેક સંસ્થાઓ, એસોસિયેશન, સરકારી સંગઠનો વગેરેનો રોજગારી માટે ખુબ સારો સહયોગ આપ્યો છે.

પ્રશ્ર્ન: સ્પોર્ટસ એકિટવીટી પર પ્રથમથીજ ફોકસ રાખવાનું શું કારણ?

જવાબ: સ્પોર્ટસ એક એવી પ્રવૃત્તિ છે જે સાચા અર્થમાં જીવન જીવડાવે છે. સ્પોર્ટસ શિક્ષણનો એક ભાગ છે. 21મી સદીમાં વિદ્યાર્થી માટે ગ્લોબલ ચેલેન્જીસ છે.બાળકોનાં સર્વાંગી વિકાસ માટે સ્પોર્ટસ જરૂરી છે. અને જો વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ નહિ થયો હોયતો ભવિષ્યમાં તેને અનેક મુશ્કેલીઓ ઉભી થશે. જો તમારે સાચા અર્થમાં નેકસ્ટ જનરેશનને મજબૂત બનાવવી છે તો સ્પોર્ટસનો આશરો લેવો જ પડશે. કોર્પોરેશનના તમામ ગ્રાઉન્ડનો ઉપયોગ થવો જોઈએ દરેક વિદ્યાર્થીને રમતો રમાડવી જોઈએ તો આવનારી પેઢી સ્વસ્થ અને આત્મનિર્ભર બનશે.

પ્રશ્ર્ન: આજે પીટીસી ભુલાય ગયું છે તો બાળકોને પ્રાયમરીમાં ભણાવવા માટે શું પીટીસી જરૂરી છે?

જવાબ: પરિવર્તન સંસારનો નિયમ છે શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન આવે તો જ તમે ટકી શકો ત્યારે પીટીસીમાં વર્ષો સુધી કોઈ પરિવર્તના આવ્યું જ નહિ. આજે શિક્ષક કેટલો નોલેજેબલ છે તે અગત્યનું છે. ડિગ્રી નહિ મોટી કંપનીઓ આજે ડિગ્રી પાછળ જતી જ નથી આજે બીએડનો કોર્ષ અપડેટ કરવાની જરૂર છે. શિક્ષણની સાંપ્રત જરૂરિયાત પ્રમાણે પરિવર્તન કરવું જ પડે છે.

પ્રશ્ર્ન: તમે આયુર્વેદ કોલેજ શરૂ કરી તય્રે જે તે વખતે આયુર્વેદ જરૂરી બનશે તે જાણતા હતા કે શું?

જવાબ: મને આજથી સાત-આઠ વર્ષ પહેલા ખબર હતી કે આયુર્વેદનું મહત્વ ખબર હતુ કોવિડ-19મા આપણે જોયું કે આયુર્વેદ એ કોરોનામાં પોતાનો સિકકો જમાવ્યો. આયુર્વેદ આપણુ કલ્ચર છે. તેના પ્લસ પોઈન્ટ આપણે ભુલવા ન જોઈએ.

પ્રશ્ર્ન: સમાજને તમે શું સંદેશો આપવા માંગો છો?

જવાબ: દરેક વ્યકિતએ સહકાર, સદભાવનાના સિધ્ધાંતને સ્વીકારવું જોઈએ પછી તે કોઈ પણ ક્ષેત્રનો હોય આપણે આપણી એકતા જાળવી રાખીશું તો આ કપરી પરિસ્થિતિનો આપણે સામનો કરીશું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.