જીનીયસ ગ્રુપ ઓફ ઓફ ઇન્સ્ટીટયુશન્સના ચેરમેન ડી.વી. મહેતાના જન્મદિને રકતદાન કેમ્પ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો: છેલ્લા ર૦ વર્ષોથી સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવે છે
જીનીયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશનના ચેરમેન ડી.વી. મહેતાનો આજે જન્મ દિવસ છે. ત્યારે છેલ્લા ર૦ વર્ષથી ડી.વી. મહેતાના જન્મદિવસ નીમીતે રકતદાન કેમ્પ અને વૃક્ષારોપણ જેવા સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવે છે. જેનો ઉદશે વિઘાર્થીઓમાં રકતદાન પ્રતયે જાગૃતિ કેળવવાનો તેમજ ગ્લોબલ વોમીંગ જેવી વિશ્ર્વ વ્યાપી સમસ્યા સામે વૃક્ષારોપણ જેવી પ્રવૃતિ જ અસરકારક પગલા રૂપ છે ત્યારે આજરોજ જુનીયર સ્કુલ ખાતે વૃક્ષારોપણ અને જુનીયર ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સના શિક્ષકો, સ્ટાફ ગણે બ્લડ ડોનેશન કર્યુ હતું.
હાલ કોરોના મહામારીને કારણે દરેક ક્ષેત્ર પર અસર થઇ છે. જેમાં શિક્ષણ જગત પણ બાકાત નથી. ત્યારે હાલ બાળકોને ઓનલાઇન એજયુકેશન આપવામાં આવી રહ્યું છે. ત્યારે જુનીયર ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશનના ચેરમેન ડી.વી. મહેતા પોત પણ બાળકોને દરરોજ એક કલાક ભણાવે છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન જુનીયર ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશનના ચેરમેન ડી.વી. મહેતાએ જણાવ્યું હતું કે માનવજીવનને રકતએ કુદરતની અણમોલ દેન છે. કારણ કે આપણે કાંઇપણ વસ્તુ ખાઇએ જેમ કે બટાકા, ટમેટા વગેરેમાં લોહી બને છે. માનવ લોહી બને છે. જેનો આજ સુધી કોઇ વિકલ્પ નથી રકતદાન એ મહાદાન છે. છેલ્લા ત્રીસ વર્ષથી હુ: રકતદાનની પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે. યંગ સ્ટાર બ્લડ બેંક સાથે અને ફિલ્ડ માર્શલ બ્લડ બેંકની સાથે મેનેજીંગ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યો છું.
ત્યારે હું બ્લડની જરીયાત સારી રીતે સમજું છું. માનવ સેવાએ જ પ્રભુ સેવા છે સર્વિસ ડોનેશન ઇઝ સર્વિસ ટુ ગોડ સર્વિસ ટુ સોસાયટી ઇઝ સર્વીસ ટુ ગોડ આજે જયારે લોકડાઉનના પીરીયડમાં બ્લડ ડોનેશન કેમ્પ ઓછા થાય છે. ત્યારે રકતથી ખુબ જ જરુરત હોય છે. મારા જન્મદિવસ નિમીતે જુનીયર ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન જેમાં જીનીયર સ્કુલ, જય ઇન્ટરનેશનલ સ્કુલ ગાર્ડી વિદ્યા પીઠ, રાજકોટ ઇન્ટરનેશનલ સ્કુલ ગ્લોબલ, આયુર્વેદીક ઇન્સ્ટીટયુટ બધાના સ્ટાફ મિત્રો વાલીઓ દર વર્ષે મારા જન્મદિવસ નીમીતે છેલ્લા ર૦ વર્ષથી જન્મ દિવસની ઉજવણી રકતદાન કેમ્પ અને વૃક્ષારોપણથી કરીએ છીએ. આ બન્ને હકારાત્મક પ્રવૃતિઓ છે. જેનાથી આત્મસંતોષ મળે છે. આજના દિવસે વધુમાં વધુ લોકો રકતદાન કરવા પ્રેરાય તેવી મારી વિનંતી અપીલ છે.
અત્યારે ખુબ જ સુંદર વાતાવરણ છે. તો વધુમાં વધુ વૃક્ષારોપણ થાય અને સાથો સાથ તેની જાળવણી થાય તે પણ ખુબ જ જરુરી છે. અમે વૃક્ષા વાવી તેની જાળવણી કરીએ છીએ. આજના દિવસે મને જે જે લોકોએ સાથ સહકાર આપ્યો તે તમામને અને જે રકતદાતાઓ રકતદાન કર્યુ છે તે તમામનો હું આભાર વ્યકત કરું છું.
સ્ટ્રેસ-ધ સાઇલેન્ટ કિલર વિષયે રવિવારે જીનિયસ સંવાદ
પ્રવર્તમાન કોરોના મહામારીમાં સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવાના આ કપરા સંજોગોમાં વિર્દ્યાીઓના ઓનલાઇન શિક્ષણ ઉપરાંત સમાજમાં હકારાત્મકતા અને સદવિચારોના સિંચન તા સમાજ પ્રત્યે નાગરિકોની નૈતિક જવાબદારીઓની જાણકારી માટે જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા દર રવિવારે નિ:શુલ્ક ઓનલાઇન શ્રેણી જીનિયસ સંવાદનો પ્રારંભ કરાયો છે. આગામી રવિવારને તા. ૨૮ જુન ૨૦૨૦ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સંવાદ શ્રેણીમાં સૌરાષ્ટ્ર યુનિ.ના વાઇસ ચાન્સેલર ડો. નિતિનકુમાર પેથાણી, સૌરાષ્ટ્ર યુનિ. મનોવિજ્ઞાન ભવનના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડો. યોગેશ જોગસણ અને જાણીતા સાયકોલોજીસ્ટ શ્રી કોમલ બક્ષી દ્વારા વર્તમાન સમયમાં વધી રહેલા માનસિક તણાવ, તેના પરિબળો અને તેમાથી બહાર નિકળવા માટેના ઉપાયોની વિસ્તૃત ચર્ચા અને માર્ગદર્શન યુ-ટયુબ અને ફેસબુક પેજના માધ્યમી આપવામાં આવશે.
જીનિયસ ઈન્સ્ટીટ્યુશન્સના ચેરમેન ડી.વી. મહેતાનુ માનવુ છે કે કોરોના મહામારીના પગલે લદાયેલ લાંબા સમયના લોકડાઉન દરમિયાન આવી પડેલી આ આપત્તિ માટે કોઈ પ્રકારની માનસિક તૈયારી ન હોવાથી કેટલાય લોકો, વિર્દ્યાથીઓ અને બાળકો માનસિક પરિતાપનો ભોગ બની રહ્યા છે. સૌ કોઈ માટે માનસિક તણાવના કારણો અલગ-અલગ હોઈ શકે પણ આ કારણી તેમના મનમાં નકારાત્મક વિચારોને લીધે અણછાજતા પગલાઓ લેવાનું પ્રમાણ વધી રહ્યુ છે. આવા સમયમાં કોઈ નિષ્ણાત કે અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન વ્યક્તિના જીવનની દિશા બદલી શકે છે, આવા જ શુભ આશય સાથે આ સંવાદનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ સંવાદ શ્રેણીમાં તત્કાલ પરિસ્થિતિને આવરી લેતા વિવિધ વિષયો ઉપર વાર્તાલાપ અને માર્ગદર્શન માટે નિષ્ણાતોને આમંત્રિત કરવામાં આવે છે. આ વાર્તાલાપનો લાભ સર્વ જનતાને નિ:શુલ્ક મળી રહે તે માટે તેને યુ-ટયુબ અને ફેસબુક જેવા ડીજીટલ મીડિયાના માધ્યમી પ્રસારીત કરવામાં આવે છે. અત્યાર સુધી જીનિયસ સંવાદ શ્રેણી અંતર્ગત પાંચ અલગ-અલગ વિષયો પર તજજ્ઞો અને નિષ્ણાતો દ્વારા વાર્તાલાપ અને પેનલ ડિસ્કશનના આયોજન ઈ ચુકયા છે. જીનિયસ સંવાદ શ્રેણી અંતર્ગત આગામી ૨૮ જુન ૨૦૨૦ રવિવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સ્ટ્રેસ – ધ સાઈલન્ટ કિલર વિષય ઉપર જીનિયસ કનેકટ યુ-ટયુબ ચેનલ પર અને જય સ્કૂલ અને જીનિયસ સ્કૂલના ફેસબુક પેજ પર લાઇવ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યુ છે.
સંવાદ શ્રેણીમાં આમંત્રિત મહેમાનોનો ટુંકો પરિચય મેળવીએ: સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર ડો. નિતિનકુમાર પેથાણી એ મનોવિજ્ઞાન વિષયમાં ડોકટરેટની પદવી હાંસલ કરેલ છે. તેમણે ૧૦ વર્ષથી વધુ સમય દેસાઈ સી.એમ.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વિરમગામમાં પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવી છે. આ ઉપરાંત તેઓ અનેક શૈક્ષણિક અને સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર તરીકે કાર્યરત છે.