સ્વ. બાબુભાઇ લાલ પરિવારની ચાર મહિલા સહીત 14 સભ્યો કરી રહ્યા છે કઠીન યાત્રા 

ભારત દેશ કોરોનાથી જલ્દી મુકત થાય અને સૌના કલ્યાણ માટે સેવાભાવી સ્વ. બાબુભાઇ લાલ પરિવાર દ્વારા ગીરીરાજજીની દંડવત પરિક્રમા કરવામાં આવી રહી છે. ર1 દિવસની આ કઠીન દંડવત યાત્રામાં લાલ પરિવારની 4 મહિલાઓ સહિત 14 પરિવારજનો જોડાયા છે.

IMG 20210309 WA0006

હાલાર પંથક સાથે સમગ્ર ભારત અને વિશ્વ આજે જીવલેણ એવી કોરોના મહામારી સામે લડત આપી રહ્યું છે. ત્યારે આપણો ભારત દેશ કોરોનાથી જલ્દી મુક્ત થાય તથા સૌનું કલ્યાણ થાય તે માટે જામનગરના  સેવાભાવી સ્વ. બાબુભાઈ લાલ પરિવાર દ્વારા પડકારરૂપ અને કઠિન એવી ગિરિરાજજીની દંડવતી પરિક્રમા કરવામાં આવી રહી છે. જામનગરના મંજુલાબેન હરિદાસ લાલ પરિવાર દ્વારા આ વખતે વધુ એક વખત ગિરિરાજજીની દંડવતી પરિક્રમા હાથ ધરવામાં આવી છે. દેશને કોરોનાથી મુક્તિ મળે તેવા શુભ આશયથી હાલરના અગ્રણી ઉદ્યોગપતિ કથા રઘુવંશી સેવાભાવી એવા અશોકભાઈ લાલની ખાસ ઉપસ્થિતિમાં તેમના સૌજન્યથી દીપકભાઈ લાલ, રણજીતભાઈ કટારીયા (મારફતિયા), સુરેશભાઈ લાલ, પ્રજ્ઞાબેન, રંજનબેન ઠકરાર, શિલ્પાબેન ભરતભાઈ મોટાણી, પ્રતાપભાઈ દાવડા (મુંબઈ) સહિત 14 પરિવારજનો દ્વારા ગત તા. 24મી થી જતીપુરા ખાતે ગિરિરાજજીની દંડવતી પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

IMG 20210309 WA0005

સતત 21 દિવસની આ ખૂબ જ કઠિન પરિક્રમામાં ચાર મહિલાઓ તથા પરિવારના વયોવૃધ્ધ વડીલો પણ સાથે યુવાનો પણ જોડાયા છે. આમ, એક પખવાડિયા સુધી સતત પડકારરૂપ આ પરિક્રમા મારફતે એક પ્રકારની સમાજસેવાએ વૈષ્ણવો તથા અહીંના લોકોમાં લાલ પરિવાર તથા પરિક્રમાર્થીઓ પ્રત્યે આદર સત્કારની લાગણી પ્રસરાવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.